(ANI Photo)

અફઘાનિસ્તાને પાકિસ્તાન સામે પોતાનો પ્રથમ વન-ડે વિજય ખૂબજ યાદગાર રીતે નોંધાવ્યો હતો. વર્લ્ડ કપ 2023ના તેના બીજા મેજર અપસેટમાં સોમવારે (23 ઓક્ટોબર) અફઘાનિસ્તાને પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું હતું. અફઘાનિસ્તાને ડીફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડને હરાવી અપસેટ્સનો આરંભ કર્યો હતો. 

સોમવારે ચેન્નાઈના ચેપોક મેદાન પર પાકિસ્તાને ટોસ જીતીને બેટિંગ લીધી હતી અને 50 ઓવરમાં 7 વિકેટે 282 રનનો પડકારરૂપ કહી શકાય તેવો સ્કોર કર્યો હતો. પણ જવાબમાં અફઘાનિસ્તાને 49મી ઓવરમાં ફક્ત 2 વિકેટે ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ઈબ્રાહિમ ઝદરાને 87 રન કર્યા હતા અને રહેમાનુલ્લા ગુરબાઝ સાથે ઓપનિંગ ભાગીદારીમાં 130 રન પણ કર્યા હતા. પાકિસ્તાન માટે હવે સેમિફાઇનલમાં પહોંચવાની શક્યતા વધુ કપરી છે, તેણે બાકીની તમામ મેચ જીતવી પડે તેમ છે. 

LEAVE A REPLY

five × 2 =