(ANI Photo)

અફઘાનિસ્તાને 15મીએ પોતાની વર્લ્ડ કપ મેચમાં ઇંગ્લેન્ડને 69 રને હરાવી ટુર્નામેન્ટનો પહેલો મેજર અપસેટ સર્જ્યો હતો. અફઘાનિસ્તાને પહેલા બેટિંગ કરી 284 રન કર્યા હતા. ઈંગ્લેન્ડ આ ટાર્ગેટ ચેઝ કરવામાં નિષ્ફલ રહ્યું હતું અને 41મી ઓવરમાં ફક્ત 215 રનમાં ઓલરઆઉટ થયું હતું. આ અપસેટ પછી ચાહકોને વર્લ્ડ કપના અપસેટ્સ યાદ કરવામાં રસ પડ્યો હતો અને 10 મુખ્ય અપસેટ્સ આ મુજબના છે.

1983ના વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતુંતો બે વખતની ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝને 1996ના વર્લ્ડ કપમાં કેન્યાએ હરાવી હતી. ભારતીય ટીમ વર્લ્ડ કપના ઈતિહાસમાં બે વખત મોટા અપસેટમાં પરાજિત થઈ ચૂકી છે.

1. ઝીમ્બાબ્વે – ઓસ્ટ્રેલિયા, 1983 વર્લ્ડકપ. લીગ સ્ટેજમાં 13 રને ઓસ્ટ્રેલિયાનો પરાજય. 

2. વેસ્ટ ઇન્ડિઝ – કેન્યા, 1996 વર્લ્ડકપ. લીગ સ્ટેજમાં વેસ્ટ ઇન્ડિઝનો 7 વિકેટે પરાજય.

3. ભારત – ઝિમ્બાબ્વે, 1999 વર્લ્ડકપ. લીગ સ્ટેજમાં ભારતનો 3 રને પરાજય.

4. સા. આફ્રિકા – ઝિમ્બાબ્વે, 1999 વર્લ્ડકપ. ગ્રુપ સ્ટેજમાં સા. આફ્રિકાનો 48 રને પરાજય.

5. પાકિસ્તાન – બાંગ્લાદેશ, 1999 વર્લ્ડકપ. ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાનનો 62 રને પરાજય.

6. શ્રીલંકા – કેન્યા, 2003 વર્લ્ડકપ. ગ્રુપ સ્ટેજમાં શ્રીલંકાનો 53 રને પરાજય.

7. બંગલાદેશ – ભારત, 2007 વર્લ્ડકપ. ગ્રુપ સ્ટેજમાં ભારતનો 5 વિકેટે પરાજય.

8. આયર્લેન્ડ – પાકિસ્તાન, 2007 વર્લ્ડકપ. ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાનનો 3 વિકેટે પરાજય.

9. ઈંગ્લેન્ડ – આયર્લેન્ડ, 2011 વર્લ્ડકપ. ગ્રુપ સ્ટેજમાં ઈંગ્લેન્ડનો 3 વિકેટે પરાજય.

10. આયર્લેન્ડ – વેસ્ટ ઈન્ડિઝ, 2015 વર્લ્ડકપ. વેસ્ટ ઈન્ડિઝનો ચાર વિકેટે પરાજય.

વર્લ્ડકપમાં ત્રણ અપસેટઃ નેધરલેન્ડે સા. આફ્રિકાને, બંગલાદેશે ઈંગ્લેન્ડ, પાકિસ્તાનના હરાવ્યા

ભારતમાં રમાઈ રહેલા વર્લ્ડ કપમાં સોમવાર, 23 ઓક્ટોબરે ત્રીજો મોટો અપસેટ સર્જાયો હતો, જેમાં બંગલાદેશે પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું હતું. એ અગાઉ, 17 ઓક્ટોબરે નેધરલેન્ડ્સે સાઉથ આફ્રિકાને 38 રને હરાવ્યું હતું. ઈંગ્લેન્ડે પણ બંગલાદેશ સામે નામોશીભર્યા પરાજય સાથે અપસેટમાં ભૂમિકા ભજવી હતી.  

LEAVE A REPLY