Jail for Shoplifting (iStock)

મેટ્રોપોલિટન પોલીસે લંડનમાં આવેલી દુકાનોમાંથી ચોરીઓ કરતા ગુનેગારોને પકડવા માટે ફેસીયલ રેક્ગનાઇઝેશન ટેક્નીકનો ઉપયોગ કરવાની યોજના જાહેર કરી છે. લંડનમાં દર વર્ષે અંદાજિત £1.9 બિલિયનની રકમના સરાસમાનની દુકાનોમાંથી ચોરી કરાય છે તથા દર વર્ષે કર્મચારીઓ સામે દુર્વ્યવહાર અને હિંસાના 1,000 થી વધુ કેસ નોંધાય છે.

પોલીસે જણાવ્યું હતું કે ‘’દુકાનોમાંથી થતી ચોરીઓ સમગ્ર શહેરમાં લોકોને અસર કરે છે. છેલ્લા કેટલાક મહિનાઓથી, અમે રિટેલ સેક્ટર સાથે મળીને કામ કરી રહ્યા છીએ.’’

પોલીસ કમિશનર સર માર્ક રાઉલીએ રિટેલ લીડર્સ સાથે કેવી રીતે સાથે મળીને ફ્રન્ટલાઈન સ્ટાફની સલામતી વધારવા અને અપરાધને ઘટાડવા ચર્ચા કરી હતી. હવેથી પોલીસ રિટેલરો સાથે જોડાઈને સૌથી વધુ નુકસાન પહોંચાડનારા લોકોને લક્ષ્ય બનાવવા સંયુક્ત પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરનાર છે.

સપ્ટેમ્બરના અંતમાં, મેટ પોલીસે લંડનના 12 અગ્રણી રિટેલરોને પત્ર લખીને તેમના ટોચના 30 અપરાધીઓની CCTV ફોટોઝ મોકલવા જણાવ્યું હતું. પોલીસ શોપ્સના CCTV પરના ફોટોઝને ફેસીયલ રેક્ગનાઇઝેશન ટેક્નીકનો ઉપયોગ કરીને પોલીસ કસ્ટડીના ઇમેજ ડેટાબેઝ સાથે ચેક કરશે. પોલીસ લગભગ 60 સેકન્ડમાં ઓળખી કાઢે છે કે જે તે વ્યક્તિ કોણ છે. આ ટેકનીક વડે થોડા દિવસોની અંદર જ 302 CCTV ફોટોને આધારે 149 શંકાસ્પદોની ઓળખ કરાઇ હતી. કેટલાક એક કરતાં વધુ ગુના માટે વોન્ટેડ છે.

પોલીસે CCTV ફૂટેજ, ફોટોઝ અને નિવેદનો કઇ રીતે પોલીસને મોકલવા તે પણ સરળ બનાવ્યું છે. ચોરાયેલા માલના વેચાણને રોકવા માટે પોલીસ ઓપરેશન્સ કરી રહી છે.

  • છેલ્લા 12 મહિનામાં છરી અને ગનના ગુનાઓ, લૂંટ અને કાર ચોરી અને શોપલિફ્ટિંગમાં 25 ટકાનો વધારો થયો છે.
  • જૂન 2023ના રોજ પૂરા થયેલા 12 મહિનામાં પોલીસ દ્વારા 365,164 શોપલિફ્ટિંગ કેસો નોંધવામાં આવ્યા છે.
  • ઈંગ્લેન્ડ અને વેલ્સમાં જૂન 2022ના અંતે પૂરા થયેલા વર્ષમાં 6.7 મિલિયન ગુના નોંધાયા હતા.
  • ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં એકંદરે ગુનામાં 10% નો, ફોજદારી નુકસાનમાં 28%નો અને છેતરપિંડીમાં 13%નો ઘટાડો થયો હતો.
  • પોલીસનું સોફ્ટવેર વ્યક્તિના ચહેરાના બાયોમેટ્રિક માપનો ઉપયોગ કરે છે અને ચોરના ચહેરાનો ભાગ ઢંકાયેલો હોય તો પણ કામ કરે છે.

LEAVE A REPLY