(istockphoto)

અમદાવાદ ખાતેના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ પર બુધવારે ડોમેસ્ટિક ટર્મિનલ T-1 ખાતે સેલ્ફ-બેગેજ ડ્રોપ (SBD) સુવિધાનો પ્રારંભ કરાયો હતો. આ ફેસિલિટીનો હેતુ અમદાવાદ એરપોર્ટના બેગેજ ડ્રોપ-ઓફ પ્રોસેસને સુવ્યવસ્થિત કરવાનો છે.

આ ફેસિલિટીથી પેસેન્જર માટે બેગેજ ડ્રોપ-ઓફ માટેનો વેઇટિંગ સમય ઘટશે. તેમાં દર મિનિટે ત્રણ પેસેન્જરને સુવિધા મળશે. તેનાથી ઝડપથી અને અવરોધ મુક્ત ચેક-ઇન સુવિધા મળશે. અમદાવાદ એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલ T-1 પર બે સેલ્ફ-બેગેજ ડ્રોપ મશીનના ઇન્સ્ટોલેશનથી મુસાફરોને ઓટોમેટેડ સિસ્ટમ દ્વારા તેમની ચેક-ઇન પ્રક્રિયા પૂર્ણ કરવામાં મદદ મળશે.

સેલ્ફ બેગેજ ડ્રોપ ફેસિલિટીનો ઉપયોગ કરવા માટે પેસેન્જર્સે કિઓસ્કમાં સેલ્ફ ચેક-ઇન ખાતે બોર્ડિગ પાસ અને બેગેજ ટેગ જનરેટ કરવાના રહેશે. આ પછી તેઓ આ ફેસિલિટીનો ઉપયોગ કરી શકશે. અહીં તેમના બોર્ડિંગ પાસનું ચેકિંગ થશે.

LEAVE A REPLY