વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે હિમાચલપ્રદેશના લેપ્ચામાં સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. વડાપ્રધાને કહ્યું કે હતું સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરવી ગર્વની બાબત છે. સૈનિકો તેમના સમર્પણથી આપણું જીવન ઉજ્જવળ કરે છે. દેશ સૈનિકોનો આભારી અને ઋણી છે. મેં દરેક દિવાળી સૈનિકો સાથે ઉજવી છે. જ્યાં સૈનિકો તૈનાત છે તે જગ્યા કોઈ મંદિરથી ઓછી નથી.
2014માં સત્તામાં આવ્યા બાદ મોદી સરહદ પર સૈનિકો સાથે દિવાળી ઉજવે છે. 2014માં વડાપ્રધાને સિયાચીન ગ્લેશિયર ખાતે સૈનિકો સાથે રોશનીનો તહેવાર ઉજવ્યો હતો. આ પછીના વર્ષે પાકિસ્તાન સાથેના 1965ના યુદ્ધની 50મી વર્ષગાંઠ પર મોદીએ પંજાબમાં ત્રણ સ્મારકોની મુલાકાત લીધી હતી. 2016માં ચીન સરહદ નજીક તથા 2017માં નોર્થ કાશ્મીરના ગુરેઝ સેક્ટરમાં સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.2018માં તેમણે ઉત્તરાખંડના હરસિલમાં દિવાળીની ઉજવણી કરી હતી. 2019માં ફરી ચૂંટાયા પછી તેમણે જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં તથા 2020માં લોંગેવાલાની સરહદ ચોકી પર દિવાળીની ઉજવણી કરી હતી.
વડાપ્રધાન જણાવ્યું હતું કે 30-35 વર્ષથી એવી કોઈ દિવાળી નથી કે જે મેં તમારી સાથે ઉજવી ન હોય. હું PM કે CM ન હતો ત્યારે મેં સરહદી વિસ્તારોમાં તમારી વચ્ચે દિવાળી ઉજવી હતી. ભારતના સૈનિકો હંમેશા પોતાનો જીવ જોખમમાં મૂકીને આગળ વધ્યા છે અને હંમેશા સાબિત કર્યું છે કે તેઓ સરહદો પરની સૌથી મજબૂત દિવાલ છે. મારા માટે એક એવી જગ્યા જ્યાં આપણા સુરક્ષા દળો તૈનાત છે તે મંદિરથી ઓછું નથી.