(File Photo)(ANI Photo)

સોમાલિયાના દરિયાકાંઠે નજીકથી 15 ભારતીય નાગરિકોનું સાથેના ‘MV LILA NORFOLK’ નામના કાર્ગો જહાજને ગુરુવાર (4 જાન્યુઆરીએ હાઇજેક કરાયું હતું. ભારતીય નૌકાદળ તેની ચાંપતી નજર રાખી રહ્યું છે અને એક યુદ્ધ જહાજ મોકલ્યું છે, એમ લશ્કરી અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું.

અરબી સમુદ્રમાં લાઇબેરિયા-ધ્વજવાળા હાઇજેક કરાયેલા જહાજમાં 15 ભારતીયો સવાર હતાં અને ક્રૂ સાથે સંપર્ક સાધવામાં આવ્યો છે. સૈન્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર ગુરુવારે સાંજે સોમાલિયાના દરિયાકાંઠે જહાજને હાઇજેક કરવામાં આવ્યું હોવાની માહિતી મળી હતી. આ ઉપરાંત ભારતીય નૌકાદળના વિમાનોએ જહાજ પર ચાંપતી નજર રાખી છે. વધુમાં, ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ INS ચેન્નાઈ સ્થિતિને પહોંચી વળવા માટે હાઈજેક કરેલા જહાજ તરફ આગળ વધી રહ્યું છે.

નૌકાદળને ગુરુવારે સાંજે UKMTO (યુનાઇટેડ કિંગડમ મરીન ટ્રેડ ઓપરેશન્સ) પોર્ટલથી એલર્ટ મળ્યો હતો કે આશરે 5-6 સશસ્ત્ર વ્યક્તિઓ જહાજમાં સવાર થયા છે.

LEAVE A REPLY

12 + 8 =