પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ફ્રોડ પરની આકરી કાર્યવાહીને પગલે આ વર્ષે અમેરિકામાં H-1B વિઝા લોટરી એન્ટ્રીઓની સંખ્યામાં લગભગ 40 ટકાનો ધરખમ ઘટાડો થયો છે.

યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (યુએસસીઆઇએસ)ના જણાવ્યા અનુસાર આ વર્ષની લોટરી માટેની એન્ટ્રીઓની સંખ્યા 470,342 રહી હતી, જે 2023માં પ્રાપ્ત થયેલી 758,994 એન્ટ્રીઓની સરખામણીમાં 38 ટકાનો મોટો ઘટાડો દર્શાવે છે.

રસપ્રદ બાબત એ છે કે અરજી કરનારા કામદારોની સંખ્યા તુલનાત્મક રીતે સ્થિર રહી છે. આ સંખ્યા ગયા વર્ષના 446,000ની સરખામણીએ આ વર્ષે લગભગ 442,000 સાથે હતી. આનો અર્થ એવો થાય છે કે એક કરતાં વધુ અરજીઓ કરવાના ટ્રેન્ડમાં મોટો ઘટાડો થયો છે.

સરકારે લોટરી માટે પાત્ર બનવા માટેના પેપરવર્કમાં ઘટાડો કર્યા પછી H-1B વિઝાની અરજીઓ  2021થી 2023 સુધીમાં ત્રણ ગણી વધી ગઈ છે. અમેરિકા દર વર્ષે H-1B વિઝા પ્રોગ્રામ હેઠળ 85,000 સુધીના સ્લોટ ઓફર કરે છે.

હાલમાં આ પ્રક્રિયા સરળ બની છે. સામાન્ય $10 ઈલેક્ટ્રોનિક રજીસ્ટ્રેશન ફી એ એકમાત્ર જરૂરિયાત બની ગઈ છે.

ગયા વર્ષે, 759,000 રજિસ્ટ્રેશન્સમાંથી 400,000થી વધુ રજિસ્ટ્રેશન ડુપ્લિકેટ હતાં. કેટલીક કંપનીઓ અને અરજદારો દ્વારા સિસ્ટમનો દુરુપયોગ થતો હોવાના પુરાવા મળ્યા પછી USCISએ 2024માં નવો વન-એન્ટ્રી નિયમ લાગુ કર્યો હતો. અગાઉ વ્યક્તિઓ લોટરી જીતવાની તેમની તકો વધારવા માટે એકથી વધુ અરજીઓ સબમિટ કરી શકતા હતા.

યુએસસીઆઈએસના ડાયરેક્ટર ઉર જદ્દૌએ જણાવ્યું કે “અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે વિઝા એવા લોકોના હાથમાં આવે કે જેઓ તેનો ઉપયોગ કરે અને દેશને મદદ કરે.” એમેઝોન, માઇક્રોસોફ્ટ, એપલ, મેટા અને ગૂગલ સહિતની મોટી ટેક કંપનીઓ H-1B વિઝા પર મોટો આધાર રાખે છે.

 

 

LEAVE A REPLY

seven − 7 =