ઇસ્કોન બેંગલુરૂ દ્વારા ઉત્તર પ્રદેશમાં મથુરાની ભગવાન કૃષ્ણની પાવન નગરી વૃંદાવનમાં શ્રી કૃષ્ણના ગગનચુંબી મંદિર – વૃંદાવન ચંદ્રોદય મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ ભવ્ય મંદિર 70 માળ અથવા આશરે 210 મીટર ઊંચું હશે. નિર્માણ કાર્ય પૂર્ણ થયા પછી તે વિશ્વનું સૌથી ઊંચું ધર્મસ્થાન બની રહેશે.

વૃંદાવન ચંદ્રોદય મંદિરનું સ્થાપત્ય વૃંદાવનના મોખરાના બે મંદિરોથી પ્રેરિત છે. તેમાં સનાતન ગોસ્વામી દ્વારા નિર્માણ કરાયેલા શ્રી રાધા મદનમોહન મંદિર અને શ્રી રૂપા ગોસ્વામી દ્વારા નિર્મિત શ્રી રાધા ગોવિંદા મંદિરનો સમાવેશ થાય છે.

વૃંદાવન હેરિટેજ ટાવર વૃંદાવનની ઐતિહાસિક ભૂમિનો એક મહત્ત્વનો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ તેના સાંસ્કૃતિક વારસાને આધારે વૃંદાવનના પ્રાદેશિક વિકાસને મદદ કરશે. તે કલ્ચરલ ઇકોનોમીનું ચાલકબળ બનશે અને આ પ્રદેશનો સર્વાંગી વિકાસ કરશે. પર્યટન દ્વારા સંસ્કૃતિ અને વિકાસ વચ્ચેના સંબંધો મજબૂત કરીને આ પ્રોજેક્ટ વ્રજ પ્રદેશમાં ઝડપી સામાજિક-આર્થિક વિકાસને વેગ આપશે.

આ ભવ્ય મંદિર નિર્માણનો ઉદ્દેશ આજના યુવાનોમાં ભારત અને તેના વારસા અંગે ગર્વની ભાવના કેળવવાનો છે.

વ્રજભૂમિ ભારતના સૌથી ઐતિહાસિક અને પ્રતિષ્ઠિત સાંસ્કૃતિક સ્થળોમાંનું એક છે. કૃષ્ણની આસપાસ કેન્દ્રિત થયેલો વ્રજનો પ્રાચીન ઇતિહાસ કલા, સંગીત, ગીત, સાહિત્ય, કવિતા, નૃત્ય અને નાટક દ્વારા અભિવ્યક્ત થાય છે. વૃંદાવન ચંદ્રોદય મંદિર વ્રજની વિરાસત અને સાંસ્કૃતિક પ્રવાસન ક્ષમતા સાકાર કરવામાં મહત્વનો ભાગ ભજવશે.

ભગવાન શ્રી કૃષ્ણની પૂજા માટે મંદિરના નિર્માણ ઉપરાંત વૃંદાવન ચંદ્રોદય મંદિર આધુનિક સંદર્ભમાં ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતના ગહન સંદેશના પ્રસારનું કેન્દ્ર બનશે.

આ મંદિર સંકુલમાં કન્વેન્શન સેન્ટર, બેન્ક્વેટિંગ હોલ, સંગીત હોલ, ડેસ્ટિનેશન વેડિંગ વેન્યુ અને મેરેજ લૉન, થીમ આધારિત ફૂડ ફેસ્ટિવલના સ્થળો, જાહેર રજાઓ પર વિશેષ કાર્યક્રમો જેવી સુવિધાઓ હશે.

હેરિટેજ ટુરિઝ માટે આ પ્રોજેક્ટમાં સેન્ટર ફોર પ્રમોશન ઓફ ઇન્ડિયન પર્ફોર્મિંગ આર્ટ્સ, વ્રજ આર્ટ ગેલેરી (પ્રાચીનથી સમકાલીન વ્રજ દ્રશ્ય કલા), વ્રજ આર્કિટેક્ચરલ ગેલેરી તથા ધ એન્કરેજ: હોલ ઓફ વેલ્યુઝનો સમાવેશ થાય છે.

એજ્યુકેશન ટુરિઝમ માટે ભગવદ-ગીતા મ્યુઝિયમ, ભગવદ-ગીતા એકેડમી – સેન્ટર ફોર એડવાન્સ સ્ટડીઝ, સેન્ટર ફોર વ્રજ હેરિટેજ સ્ટડીઝ, ઈન્સ્ટીટ્યુટ ફોર વેલ્યુઝ એન્ડ એથિક્સ જેવી સુવિધા હશે.

LEAVE A REPLY

11 − nine =