(ANI Photo)

નવરાત્રિ ઉત્સવ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખેલા નવા ગરબાનો એક મ્યુઝિક વીડિયો જારી થયો છે. પીએમ મોદીએ છેલ્લાં કેટલાંક વર્ષો પહેલા આ ગરબો લખ્યો હતો.

વડાપ્રધાન મોદીએ ગરબાની સંગીતમય રજૂઆત માટે કલાકારો ધ્વની ભાનુશાલી, તનિષ્ક બાગચી અને જેજસ્ટ મ્યુઝિકની ટીમનો પણ આભાર માન્યો હતો. મોદીએ એક્સ પર કહ્યું હતું કે “મેં વર્ષો પહેલા લખેલા ગરબાની આ સુંદર રજૂઆત માટે ધ્વની ભાનુશાલી, તનિષ્ક બાગચી અને જેજસ્ટ મ્યુઝિકની ટીમનો આભાર! તે ઘણી યાદો તાજી કરે છે. મેં ઘણા વર્ષોથી કંઇ લખ્યું નથી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી હું એક નવો ગરબો લખવામાં સફળ થયો છે, જે હું નવરાત્રી દરમિયાન શેર કરીશ. નવરાત્રિના ઉપવાસ 15 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યાં છે. ધ્વની ભાનુશાળીની એક પોસ્ટના જવાબમાં મોદીની આ માહિતી આપી હતી.

LEAVE A REPLY

two × 1 =