(Photo by Frazer Harrison/Getty Images)

અમેરિકામાં કમ્યુનિટીમાં પરિવર્તન લાવવા અને ઉજ્જવળ ભવિષ્યને આકાર આપવા બદલ કિશોરવયની ઇન્ડિયન અમેરિકન ઈન્વેન્ટર ગીતાંજલિ રાવનું અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બાઇડન દ્વારા બહુમાન કરવામાં આવ્યું છે. ગીતાંજલી રાવની સાથે અન્ય 14 યુવા મહિલાઓનું પણ સન્માન કરાયું હતું.

ઇન્ટરનેશનલ ગર્લ ડે નિમિત્તે બુધવારે વ્હાઇટ હાઉસ ખાતે પ્રથમવાર યોજાયેલા “ગર્લ્સ લીડિંગ ચેન્જ” સેલિબ્રેશનમાં 17 વર્ષની વૈજ્ઞાનિક ગીતાજંલીનું સન્માન કરાયું હતું. વ્હાઇટ હાઉસ જેન્ડર પોલિસી કાઉન્સિલએ 15 યંગ વુમેન લીડર્સની પસંદગી કરી હતી અને કોમ્યુનિટીમાં હકારાત્મક પરિવર્તન માટે તેમનું સન્માન કરાયું હતું.

કોલોરાડોના હાઈલેન્ડ્સ રાંચમાં રહેલી ગીતાંજલિ રાવ એક વૈજ્ઞાનિક છે. અગાઉ લીડ કન્ટેમિનેશન ડિટેક્શન ટુલની શોધ બદલ ગીતાંજલિને ઇપીએ પ્રેસિડન્ટ એવોર્ડ અને અમેરિકાનો ટોપ યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ મળ્યો હતો.

2020માં ગીતાંજલિ રાવની ટાઈમ મેગેઝિની કિડ ઓફ યર તરીકે પસંદગી થઈ હતી. ગીતાંજલિ રાવ માત્ર વૈજ્ઞાનિક અને ઇન્વેન્ટર તરીકેની તેની કારકિર્દી જ ચાલુ રાખવા માગતી નથી, પરંતુ તેની STEM શિક્ષણ પહેલને વિસ્તારવા માટે પ્રતિબદ્ધ છે, જે પહેલાથી જ 80,000થી વધુ પ્રાથમિક, મધ્યમ અને ઉચ્ચ શાળાના વિદ્યાર્થીઓ ભણી ચુક્યાં છે. ટાઈમના જણાવ્યા પ્રમાણે, ગીતાંજલિએ પીવાના પાણીમાં પ્રદૂષણને અટકાવવા, અફીણની લત છોડાવવા અને સાઈબર બુલિંગને અટકાવવા માટે અદભૂત કામગીરી કરી છે. ફોર્બ્સની 30 અંડર 30 અચીવર્સની યાદીમાં ગીતાંજલિનું નામ ચમક્યું હતું.

LEAVE A REPLY

19 + fifteen =