ઇસ્લામ ધર્મનું પ્રતિનિધિત્વ કરતા આલિયા આઝમે જણાવ્યું હતું કે ‘’કોરાનેશન એક ભવ્ય અનુભવ હતો. હું પેલેસ્ટાઈનના આર્ચબિશપ હોસમ નૌમને મળી હતી. વિશ્વભરના ધર્મોના પ્રતિનિધિઓ સાથેનું મહારાજાનું અભિવાદન મહાન હતું અમે સૌએ સાથે મળીને રાજા સાથે વાત કરી હતી જેનો રાજાએ માથું હલાવી સ્વીકાર કર્યો હતો. એક મહિલા મુસ્લિમ સમુદાયનું પ્રતિનિધિત્વ કરી શકે તેના માટે આ સારી તક હતી.’’

તેમણે કહ્યું હતું કે ‘’મહારાજાએ લાંબા સમયથી વિવિધ ધર્મોમાં રસ દાખવ્યો છે. તેઓ શ્રદ્ધાળુ એંગ્લિકન તરીકે ઘણીવાર દેશભરમાં સન્ડે સર્વિસમાં હાજર રહે છે પરંતુ અન્ય ધર્મો અને સંસ્કૃતિઓમાં તેમની રુચિએ તેમને અરબી ભાષા શીખવા માટે પણ પ્રેરિત કર્યા છે. તેઓ સાચા આર્થમાં આસ્થાના રક્ષક બન્યા છે. આ અર્થમાં, રાજ્યાભિષેક એ આપણા બધા માટે બ્રિટનમાં જોવા મળતા વિવિધ ધર્મો અને વિશ્વ દૃષ્ટિકોણના સતત મહત્વની ઉજવણી કરવાનો પ્રસંગ છે. કિંગ ચાર્લ્સનું શાસન એવા સમયે શરૂ થાય છે જ્યારે યુકેની વસ્તી પહેલા કરતા વધુ વૈવિધ્યસભર છે. તે સ્પષ્ટ છે કે ચાર્લ્સ તે વિવિધતાની કદર કરે છે અને તેનો આદર કરે છે – ઇવેન્ટના મહેમાનોથી લઈને રાજ્યાભિષેક વાનગીની પસંદગી સુધી તે જોવા મળ્યું છે.

LEAVE A REPLY

20 − one =