લોર્ડ ઇન્દ્રજીત સિંહે પોતાનો પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે રાજાના રાજ્યાભિષેક વખતે શીખ પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહેવું તે બહુ મોટો લહાવો હતો. આ આમંત્રણે યુકે શીખ સમુદાયના મહત્વને ઓળખે છે તે સાબિત થયું છે અને તેનું યુકે, ભારત અને અન્ય દેશોમાં તેનું સ્વાગત કરાયું છે. હું રાજાને ઘણા વર્ષોથી ઓળખું છું અને તેઓ તમામ ધર્મોમાં સારું જુએ છે. તેમની માતાના અંતિમ સંસ્કાર વખતે પણ તેમણે આપણામાંથી કેટલાકને બકિંગહામ પેલેસમાં આમંત્રિત કર્યા હતા. તેઓ ચર્ચ ઓફ ઈંગ્લેન્ડના વડા હોવા છતાં તમામ ધર્મોનું સન્માન કરે છે અને તેમની સાથે કામ કરશે.

લોર્ડ ઇન્દ્રજીત સિંહે કહ્યું હતું કે ‘’મને આશા છે કે આ રાજ્યાભિષેક આંતરધર્મ એકતાને યોગ્ય દિશામાં આગળ વધવામાં મદદ કરશે. આવો સંવાદ વ્યાપક સમાજમાં થાય અને ધર્મો વચ્ચેના અવિશ્વાસ અને શંકાના અવરોધોને તોડી નાખે તે જરૂરી છે. રાજ્યાભિષેક એ દિશામાં આવકાર્ય પગલું છે. કોમનવેલ્થના સંદર્ભમાં કહું તો વિવિધ દેશો સહિયારી સંસ્કૃતિના કેટલાક પાસાઓ સાથે ભાગીદારીમાં કામ કરી રહ્યા છે. રાજા ચાર્લ્સ જોઈ શકે છે કે વિવિધ ધર્મો, વિવિધ સંસ્કૃતિઓ લોકો માટે અવરોધો નથી પરંતુ આપણે સમાનતાને ઓળખી શકીએ છીએ અને તે બતાવવાની તકો છે.

LEAVE A REPLY

fifteen + fourteen =