Police case against AAP leader for claiming ₹830 crore expenditure for 'Mann Ki Baat'
(ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ રેડિયો કાર્યક્રમના 100 એપિસોડ પર કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં કરદાતાઓના રૂ.830 કરોડનો ખર્ચ કર્યા હોવાનો દાવો કરવા બદલ પોલીસે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રમુખ ઇસુદાન ગઢવી સામે કેસ દાખલ કર્યો હતો.

ગઢવીએ કોઈપણ સંબંધિત ડેટાના સમર્થન વિના આ ખોટો દાવો કર્યો હોવાથી તેમની સામે આ કાર્યવાહી કરાઈ હતી. જોકે પછીથી આ દાવો કરતું ટ્વીટ ગઢવીએ ડિલિટ કરી દીધું હતું. પરંતુ અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી AAPએ આક્ષેપ કર્યો હતો કે શાસક ભારતીય જનતા પાર્ટી (BJP) આવી “ખોટી” FIR દ્વારા તેના નેતાઓને હેરાન કરી રહી છે.

28 એપ્રિલે ગઢવીએ એક ટ્વિટમાં દાવો કર્યો હતો કે, “મન કી બાતના એક એપિસોડનો ખર્ચ રૂ.8.3 કરોડ થાય છે. આનો અર્થ છે કે કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં 100 એપિસોડ પર ₹830 કરોડનો ખર્ચ કર્યો છે. આ ખૂબ જ મોટો ખર્ચ છે. ભાજપના કાર્યકરોએ તેનો વિરોધ નોંધાવવો જોઈએ, કારણ કે મોટે ભાગે તેઓ આ કાર્યક્રમ સાંભળે છે.” ટ્વીટની નોંધ લઇને અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે 29 એપ્રિલે ગઢવી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (આઈપીસી) અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર દાખલ કરી હતી.

LEAVE A REPLY

3 × one =