યુએઈના અબુ ધાબીમાં નિર્માણ પામેલા પ્રથમ બીએપીએસ હિન્દુ મંદિરે લોકાર્પણના પ્રથમ મહિને નવો રેકોર્ડ સર્જ્યો હતો. મંદિર દ્વારા જણાવ્યા મુજબ ભક્તો માટે આ મંદિરના લોકાર્પણના થયાના એક જ મહિનામાં સાડા ત્રણ લાખ કરતા વધારે શ્રદ્ધાળુઓએ અહીં દર્શન કર્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી મહિનામાં આ મંદિરનું ઉદઘાટન કર્યું હતું. ત્યારપછી 1 માર્ચના રોજ આ મંદિર ભક્તો માટે ખુલ્લું મુકાયું હતું. મંદિરના પ્રવકતાએ મીડિયાને જણાવ્યા મુજબ પ્રથમ મહિનામાં 3.50 લાખ જેટલા શ્રધ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો. દર શનિવારે અને રવિવારે તો 50 હજાર જેટલા લોકો દર્શને આવ્યા હતા. દર સોમવારે મંદિર ભક્તો માટે બંધ રહે છે. મંગળવારથી રવિવાર સુધી રોજ સાંજે મંદિરના સ્વામીનારાયણ ઘાટના કિનારે સાંજે સાડા સાત કલાકે ગંગા આરતી કરવામાં આવે છે અને તેનો પણ હજારો ભાવિકો લાભ લે છે. અબુ ધાબીમાં બનેલું આ મંદિર બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા 700 કરોડના ખર્ચે 27 એકરમાં બનાવાયું છે.

LEAVE A REPLY

3 × 2 =