Croydon Council
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

કુખ્યાત અબુ હમઝાના મોટા પુત્ર ટીટો ઇબ્ન-શેખને મની લોન્ડરિંગ પ્લોટમાંથી તેણે કમાયેલા લગભગ £180,000માંથી માત્ર £5,200 પાછા ચૂકવવાનો સઘર્ક ક્રાઉન કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. 35 વર્ષના ટીટોને HSBC બેંકના આંતરિક વ્યક્તિએ પ્લોટની માહિતી આપી હતી. તે બેંક ખાતાઓનો ઉપયોગ ચોરીઓ અને છેતરપિંડી દ્વારા કમાવાયેલી આવકને વગે કરવા માટે કરાયો હતો.

ટીટો હમઝાને આ કૌભાંડ બદલ જાન્યુઆરીમાં કુલ ત્રણ વર્ષ અને નવ મહિનાની જેલ કરાઇ હતી. બેંક ખાતા ધરાવતા લોકોએ મે 2018 અને ડિસેમ્બર 2019 વચ્ચે કુલ £342,000 ગુમાવ્યા હતા. સફોકની HMP હાઇપોઇન્ટ જેલમાંથી વિડિયો-લિંક દ્વારા તેણે કોર્ટ સમક્ષ કબુલાત કરી હતી કે મની લોન્ડરિંગ સ્કીમથી તેને £179,413નો ફાયદો થયો હતો.

ઇબ્ન-શેખને 2014માં એક ગેંગનું નેતૃત્વ કરી એક માણસનું અપહરણ કરી £15,000ના દેવા અંગે ત્રાસ આપવા બદલ 12 વર્ષની જેલ કરવામાં આવી હતી. જેલમાંથી લાઇસન્સ પર છૂટેલા ઇબ્ન-શેખે મની લોન્ડરિંગ કર્યું હતું.