10 killed 4 injured in road accident near Vadodara
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

દિલ્હી-જયપુર રોડ પર મંગળવારે થયેલા એક અકસ્માતમાં ભાવનગર પોલીસના ચાર જવાન અને એક આરોપીનું મોત થયું હતું. પોલીસની ટીમ ચોરીના એક કેસની તપાસ માટે ગઈ હતી અને એક આરોપીને લઈને ભાવનગર પરત આવી રહી હતી ત્યારો પોલીસનું વ્હિકલ એક ઝાડ સાથે અથડાયું હતું. આ અકસ્માત જયપુર દિલ્હી નેશનલ હાઇવે પર થયો હતો, એમ પોલીસે જણાવ્યું હતું. આ મૃતક પોલીસ જવાનો ગુજરાતના ભાવનગરમાં પોલીસમાં ફરજ બજાવી રહ્યા હતા. આ ઘટનાથી ભાવનગર પોલીસ બેડામાં શોકનો માહોલ સર્જાયો હતો.

ત્રણ દિવસ પહેલા ચોરીના કેસની તપાસ માટે પોલીસ સ્ટેશનની ટીમ દિલ્હી ગઈ હતી. મૃતક પોલીસ જવાનોમાં હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ યુવરાજ સિંહ ગોહિલ તથા કોન્સ્ટેબલ ઇરફાન પઠાણ, ભીખાભાઇ મુખેરા અને હેડ કોન્સ્ટેબલ મનસુખભાઇનો સમાવેશ થાય છે. આરોપીનું નામ સઇન ઉર્ફે મુન્ના હતું