BJP's master plan to win 160 seats lost in 2019
પ્રતિકાત્મક તસવીર (Photo by DIBYANGSHU SARKAR/AFP via Getty Images)

સુરતમાં સોમવારે આમ આદમી પાર્ટીના વધુ એક કોર્પોરેટર ભાજપમાં જોડાતા પાર્ટીમાં ભંગાણનો સિલસિલો ચાલું રહ્યો. સુરત વોર્ડ નંબર 4નાં કુંદન કોઠિયા પાર્ટીનો છેડો ફાડી ગાંધીનગર કમલમ્ ખાતે ભાજપમાં જોડાયા હતા. સુરતના આપના હજી પણ કેટલાક કોર્પોરેટર્સ ભાજપમાં જોડાય તેવી પ્રબળ શક્યતા છે.ભાજપમાં જોડાયા બાદ કુંદન કોઠિયાએ મીડિયા સમક્ષ જણાવ્યું કે, મને ગઈકાલે કોઈપણ કારણ વિના પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવી. મેં કોઈનો ઓડિયો રેકોર્ડ કર્યો હોય તો મને પૂછ્યું કેમ નહીં.

અગાઉ 4 ફેબ્રુઆરીના રોજ સુરત મહાનગરપાલિકાના પાંચ કોર્પોરેટરોએ ભાજપનો ખેસ ધારણ કરી પાર્ટીને ઝાટકો આપ્યો હતો. આમ આદમી પાર્ટીએ વધુ એક વખત ભાજપ ઉપર ધાકધમકી, લોભ, લાલચથી પોતાના કોર્પોરેટરોને લઇ ગયા હોવાનો આક્ષેપ કર્યો હતો, જેને ભાજપે ફગાવી દીધો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં AAP ભાજપ સામે પડકાર ઊભો કરે એ પહેલાં જ એમાં ભંગાણ પડવાની શરૂઆત થઇ છે.