64-year-old priest of Pennsylvania gurdwara arrested on charges of child abuse
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

જાણીતી ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કર આત્મહત્યા કેસમાં પોલીસે ઇન્દોરથી 19 ઓક્ટોબરે આરોપી રાહુલ નવલાનીની ધરપકડ કરી હતી. રાહુલ પર વૈશાલીને ટોર્ચર કરવાનો આરોપ છે. વૈશાલીએ સુસાઈડ નોટમાં રાહુલ નવલાણી અને તેની પત્ની દિશાને સજા આપવાનો ઉલ્લેખ કર્યો હતો. પોલીસ વૈશાલીના હાલમાં અમેરિકામાં રહેલા મંગેતરનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે.

અગાઉ મધ્યપ્રદેશના ગૃહપ્રધાન નરોત્તમ મિશ્રાએ જણાવ્યું હતું કે વૈશાલી ઠક્કરને આપઘાત માટે ઉશ્કેરણી કરવાના આરોપમાં આ દંપતી વિરુદ્ધ લૂકઆઉટ સર્ક્યુલર જારી કરાયો છે. આરોપી દંપતીની માહિતી આપનારને રૂ.5,000નું ઈનામ આપવાની પણ જાહેરાત કરાઈ છે.

વૈશાલી ઠક્કરના આપઘાત પછી આરોપી રાહુલ નવલાણી અને તેની પત્ની દિશા નવલાણી ફરાર થયા હતા. આ દંપતિ ઈન્દોરમાં વૈશાલીના પડોશમાં રહે છે. ‘સસુરાલ સિમર કા’ જેવી સિરિયલોમાં ભૂમિકા માટે જાણીતી બનેલી વૈશાલી ઠક્કરે રવિવારે ઈન્દોરની સાઈબાગ કોલોનીમાં તેના ઘરમાં સીલિંગ ફેન સાથે લટકીને કથિત આપઘાત કર્યો હતો. ઘટનાસ્થળેથી પાંચ પાનાની સ્યુસાઈડ નોટ મળી હતી. તેમાં વૈશાલીએ હેરાન કરવા માટે રાહુલ નવલાણીનું નામ આપ્યું હતું. વૈશાલી ઠક્કરના પરિવારજનોએ પણ આક્ષેપ કર્યો હતો કે વૈશાલીના લગ્નની યોજનાની જાણ થયા પછીથી રાહુલ નવલાણી તેને પરેશાન કરતો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર રાહુલના પિતા અને વૈશાલીના પિતા મિત્રો છે. આ કારણે વૈશાલીને લગ્ન પહેલા જ રાહુલના ઘરે જવાનું થતું હતું. તેથી વૈશાલી અને રાહુલની નિકટતા વધતી ગઈ હતી લગ્ન પછી રાહુલની પત્ની દિશાને બંનેની મિત્રતા પર શંકા થવા લાગી હતી. તેણે વૈશાલીના ઘરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર વૈશાલીના પરિવારજનોએ જણાવ્યું છે કે દિશા વૈશાલીને વારંવાર ધમકી આપતી હતી કે તે (વૈશાલી) તેનું ઘર બરબાદ કરી રહી છે. તે વૈશાલીને ફોન કરીને કહેતી હતી કે મારા પતિથી દૂર રહે. અહીં મારું ઘર બગાડી રહી છે. આ પછી વૈશાલીએ દિશાને કહ્યું કે રાહુલ તેની પાછળ છે.

LEAVE A REPLY

11 + eighteen =