Gautam Adani slipped from third to seventh position in the list of global billionaires

ભારતના અદાણી ગ્રૂપ અને ફ્રાન્સના ઓઇલ એન્ડ એનર્જી ગ્રૂપ ટોટલે 2.5 બિલિયન ડોલરની ડીલ કરી છે. આ ડીલ હેઠળ ફ્રાન્સની કંપની અદાણી ગ્રૂપની કંપની અદાણી ગ્રીન એનર્જીનો 20 ટકા ઇક્વિટી હિસ્સો ખરીદશે. ફ્રાન્સની કંપની ભારતના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં તેની હાજરીમાં વધારો કરવા માગે છે.

બંને કંપનીઓએ એક નિવેદનમાં સોમવારે જણાવ્યું હતું કે આ ડીલ હેઠળ પેરિસ સ્થિત ટોટલને વિશ્વની સૌથી મોટી સોલર એનર્જી ડેવલપર કંપનીના બોર્ડમાં એક બેઠક મળશે તથા 2.35 ગીગાવોટના કાર્યરત સોલર એસેટ પોર્ટફોલિયોનો 50 ટકા હિસ્સો મળશે. 2018માં ટોટલે અદાણી ગ્રૂપની સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન કંપની અદાણી ગેસ લિમિટેડનો 37.4 ટકા હિસ્સો ખરીદવાની સહમતી આપી હતી. તે સમયે અદાણી ગ્રૂપના ધામરા એલએનજી પ્રોજેક્ટ્સમાં 50 ટકા હિસ્સાની ખરીદીની પણ યોજના બનાવામાં આવી હતી.

આ એક્વિઝિશન હેઠળ ટોટલ ગ્રૂપ એ અદાણી ગ્રીન એનર્જીની લઘુમતી શેરધારક બનશે. આ ડીલથી ફ્રાંસના કોર્પોરેટ ગ્રૂપ ટોટલની રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં હાજર મજબૂત બનશે. ટોટલના સીઇઓ અને ચેરમેન પેટ્રિક પોયાને કહ્યું હતું કે, અદાણી ગ્રીન એનર્જીમાં અમારી એન્ટ્રી ભારતના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં અમારી રણનીતિનું એક સિમાચિહ્ન સાબિત થઇ શકે છે. તેમણે વધુમાં જણાવ્યુ કે, બજારના કદને જોતા ભારત જ એ યોગ્ય સ્થાન છે જ્યાં રિન્યુએબલ એનર્જી અને કુદરતી ગેસ જેવા બે સેક્ટરમાં એનર્જી ટ્રાન્ઝિશનની રણનીતિ પર કામગીરી કરી શકાય છે. નોંધનીય છે કે, અદાણી ગેસમાં ટોટલ દ્વારા હિસ્સેદારી ખરીદવામાં આવતા કંપનીનું નામ બદલીને હવે અદાણી ટોટલ ગેસ થઇ ગયુ છે. બંને કંપનીઓ એક સાથે મળીને ગેસનો બિઝનેસ ચલાવશે. અદાણી ગ્રૂપનો બિઝનેસ ઘણા દેશોમા છે. ભારતમાં તે પોર્ટ, એરપોર્ટ, ગેસ, પાવર, એફએમસીજી જેવા વિવિધ ઉદ્યોગોમાં હાજરી ધરાવે છે.