સૂર્યનો અભ્યાસ કરવા માટે પ્રથમ અવકાશ-આધારિત ભારતીય વેધશાળાના પ્રક્ષેપણ માટેનું રિહર્સલ બુધવારે શ્રીહરિકોટામાં પૂર્ણ થયું છે. આદિત્ય-L1 મિશન 2 સપ્ટેમ્બરે સવારે 11:50 વાગ્યે શ્રીહરિકોટાથી લોન્ચ થવાનું છે.(ANI Photo)

ચંદ્રયાન-3ની ઐતિહાસિક સફળતા પછી ઇસરોના સૂર્ય મિશન આદિત્ય એલ-1નું શુક્રવારે 23.10 કલાકનું કાઉન્ટડાઉન શરૂ થયું હતું. ઇસરોનું વિશ્વસનીય PSLV રોકેટ શનિવારે સવારે 11.50 કલાકે આદિત્ય L1 અવકાશયાનને સૂર્ય માટેની 125 દિવસની સફર પર લઈ જશે. ભારતનું આ પ્રથમ સૂર્ય મિશન છે.

ઇસરોએ જણાવ્યું હતું કે PSLV C57માં સવાર થઈને આદિત્ય L1નું 23.10 કલાકનું કાઉન્ટડાઉન શુક્રવારે શ્રીહરિકોટા ખાતે શરૂ થયું હતું. ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે જણાવ્યું હતું કે સૂર્ય મિશનને ચોક્કસ ત્રિજ્યા સુધી પહોંચવામાં 125 દિવસનો સમય લાગશે. આદિત્ય L1 સોલર કોરોનાનું દૂરથી અવલોકનો કરશે તથા એલ વન પોઇન્ટ ((સન-અર્થ લેગ્રેંજિયન પોઈન્ટ) પરથી સૌર પવનનું ઇન-સીટુ અવલોકનો કરશે. આ એલ-વન પોઇન્ટ પૃથ્વીથી આશરે 15 લાખ કિમી દૂર છે.

ISRO જણાવ્યા મુજબ સૂર્ય અને પૃથ્વી વચ્ચે પાંચ લેગ્રેન્જિયન પોઇન્ટ છે. સૂર્યના પ્રભામંડળની ભ્રમણકક્ષામાં રહેલા એલ-વન પોઇન્ટથી કોઇપણ અવરોધ વગર સૂર્યનું સતત નિરીક્ષણ કરવાની તક પૂરી પાડે છે. આનાથી સૌર ગતિવિધિઓનું સતત નિરીક્ષણ કરવાનો વધુ ફાયદો થશે,

આવા જટિલ મિશન પર શરૂ કરવા અંગે બેંગલુરુ મુખ્ય મથક ધરાવતી સ્પેસ એજન્સીએ જણાવ્યું હતું કે સૂર્ય સૌથી નજીકનો તારો છે અને તેથી અન્ય ગ્રહની તુલનામાં તેનો વધુ વિગતવાર અભ્યાસ કરી શકાય છે. સૂર્યનો અભ્યાસ કરીને આકાશગંગા તેમજ અન્ય વિવિધ તારામંડળના તારાઓ વિશે ઘણું શીખી શકાય છે. સૂર્યમાં અનેક વિસ્ફોટક ગતિવિધિઓ થાય છે અને સૂર્યમંડળમાં પુષ્કળ ઊર્જા છોડે છે. જો આવી પ્રચંડ ઊર્જાને પૃથ્વી તરફ વાળવામાં આવે તો તેનાથી પૃથ્વી નજીકના અવકાશી વાતાવરણમાં વિવિધ પ્રકારના વિક્ષેપો ઊભા કરી શકે છે. આ વિક્ષેપોથી સ્પેસક્રાફ્ટ અને કમ્યુનિકેશન સિસ્ટમમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. આવી ઘટનાઓની અર્લી વોર્નિંગથી અગાઉથી સુધારાના પગલાં લઈ શકાય છે.

ISROના વૈજ્ઞાનિકોએ ‘XL’નો ઉપયોગ કર્યો છે, જે પોલર સેટલાઇટ લોન્ચ વ્હિકલ (PSLV)નું વધુ શક્તિશાળી વેરિયન્ટ છે. આ સેટેલાઇટ લોન્ચ વ્હિકલ શનિવારે સાત પેલોડ સાથે અવકાશયાન લઈ જશે. 2008માં ચંદ્રયાન-1 મિશન અને 2013માં માર્સ ઓર્બિટર મિશન (MOM)માં સમાન PSLV-XL વેરિઅન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અવકાશયાનમાં રહેલા કુલ સાત પેલોડ્સમાંથી ચાર પેલોડ્સ સીધા સૂર્યને જોશે જ્યારે બાકીના ત્રણ L1 બિંદુ પર કણો અને ક્ષેત્રોનો ઇન-સીટુ અભ્યાસ હાથ ધરશે.

LEAVE A REPLY