ભારતમાં આ સમયે કોરોના વાયરસનો પ્રકોપ દિલ્હી અને મુંબઈથી સૌથી વધારે છે. ભારતમાં કોરોનાના કુલ મામલામાંથી 20 ટકા કેસ તો માત્ર મુંબઇનાં છે. પરંતુ ભારતમાં પ્રતિ દસ લાખની આબાદીમાં સૌથી વધુ મોત ગુજરાતનાં અમદાવાદમાં થઇ છે. આટલું જ નહીં પ્રતિ સો કોરોના મામલા પર સૌથી વધુ મૃત્યું પણ અમદાવાદમાં છે. પ્રતિ દસ લાખની વસ્તી પર ડેથ રેટના મામલામાં અમદાવાદ પછી બીજો નંબર મુંબઇનો આવે છે.

દેશનાં તમામ મેટ્રો શહેરોમાં ડેથ રેટનાં મામલામાં સૌથી વધારે સ્થિતિ બેંગ્લુરૂની છે. શહેરમાં પ્રતિ દસ લાખ વસ્તીમાં કોરોના ડેથ રેટ માત્ર એક છે. જ્યારે પ્રતિ સો કોરોના મામલોમાં સૌથીઓછો ડેથ રેટ ચૈન્નઇનો છે. અહીં પ્રતિ સો કોરોના મામલામાં ડેથ રેટ 0.9 ટકા છે.વિશેષજ્ઞો પ્રમાણે, કેસ ફેટલિટી રેટ ઓછો થવો વૃહદ સ્તર પર ટેસ્ટિંગ અને કોન્ટેક્ટ ટ્રેસિંગનું પરિણામ છે.

જે જગ્યાએ ટેસ્ટિંગની સ્પીડ વધારે હોય છે તે જગ્યાઓ પર કેસ ફેટલિટી રેટ ઓછો કરી શકાય છે. અમદાવાદનું કેસ ફેટેલિટી રેટ વધારે (6.9) હોવા પાછળ કોરોના ટેસ્ટિંગની સંખ્યા ઓછી હોવાનું જણાવવામાં આવે છે. જો કુલ કોરોનાના આંકડાને જોવામાં આવે તો અમદાવાદમાં 953 મોત થયા છે જે માત્ર મુંબઇથી ઓછી છે. મુંબઇમાં કોરોનાથી 1698 મોત થઇ છે. જ્યારે દિલ્હીમાં કુલ 650 લોકોનાં મોત નીપજ્યાં છે.