(PTI Photo)

અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ ચાર મુસાફરોના પરિવારોએ અમેરિકામાં વિમાન નિર્માતા બોઇંગ અને વિમાનના સ્પેર પોર્ટ્સ બનાવતી કંપની હનીવેલ સામે બેદરકારીનો આરોપ લગાવીને ડેલવેર સુપિરિયર કોર્ટમાં મંગળવારે દાવો દાખલ કર્યો હતો.

કાનૂની દાવામાં આરોપ મૂકવામાં આવ્યો છે કે ખામીયુક્ત ઇંધણ સ્વીચોને કારણે અકસ્માત થયો હતો અને કંપનીઓએ વિમાનની ડિઝાઇનના જોખમોથી વાકેફ હોવા કંઇ કર્યું ન હતું.

અમદાવાદથી લંડન ગેટવિક જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ૧૭૧ ટેકઓફ થયાના થોડા સમય પછી જ ક્રેશ થઈ હતી. બોઇંગ ૭૮૭ વિમાન દુર્ઘટનામાં 260 લોકોના મોત થયા હતાં. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતુ કે બંને એન્જિનોમાં ઇંધણ બંધ થવાથી ક્રેશ થયો હતો. તેનાથી ઇંધણ સ્વીચો તપાસકર્તાઓ તપાસનો વિષય બની હતી.
યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)એ અગાઉ કહ્યું છે કે બોઇંગ વિમાનોમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વીચો સુરક્ષિત છે.

મુકદ્દમામાં આરોપ મૂકવામાં આવ્યો છે કે બંને કંપનીઓ 787 ડ્રીમલાઇનર અને તેના ઘટકો વિકસાવ્યા અને માર્કેટિંગ કર્યા ત્યારથી જ ક્રેશ થવાના જોખમ વિશે જાણતી હતી. મુકદમમાં 2018ની FAAની એડવાઇઝરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેમાં ઓપરેટરોને ઇંધણ સ્વીચોના લોકીંગ મિકેનિઝમનું નિરીક્ષણ કરવા માટે વિનંતી કરવામાં આવી હતી. જોકે આ એડવાઇઝરી ફરજિયાત ન હતી. AAIBના પ્રારંભિક તપાસ અહેવાલ મુજબ, એર ઇન્ડિયા ફ્લાઇટ 171ના કિસ્સામાં, સ્વિચને “રન” થી “કટ-ઓફ” સ્થિતિમાં ખસેડવામા આવી હતી, જેના કારણે વિમાનને થ્રસ્ટ મળ્યો ન હતો.

LEAVE A REPLY