એર ઈન્ડિયા એક્સપ્રેસે બુધવારે મુંબઈમાં એક ઈવેન્ટ દરમિયાન તેના નવા લુક અને એરક્રાફ્ટ લીવરીને અનાવરણ કર્યું કર્યું હતું. (ANI Photo)

ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયાની બંને પેટાકંપનીઓ એર ઈન્ડિયા એક્સપ્રેસ અને એરએશિયા ઈન્ડિયાએ નવા બોઈંગ 737-8 એરક્રાફ્ટ પર ‘એર ઈન્ડિયા એક્સપ્રેસ’ તરીકે એક એક કોમન નવા બ્રાન્ડિંગનું અનાવરણ કર્યું હતું. નવી એરક્રાફ્ટ લિવરીમાં ઓરેન્જ અને ટર્ટોઇઝ વાઇબ્રન્ટ શેડ્સનો સમાવેશ થાય છે.

એરલાઇન અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રભાવશાળી એક્સપ્રેસ ઓરેન્જ એર ઇન્ડિયા એક્સપ્રેસના ઉત્સાહ અને ચપળતાના બ્રાન્ડ મૂલ્યોનું પ્રતીક છે. ટર્ટોઇઝ સમકાલીન પ્રીમિયમ સંવેદનશીલતા અને ડિજિટલ-ફર્સ્ટ અભિગમને મૂર્ત બનાવે છે.

એર ઈન્ડિયા એક્સપ્રેસના ચેરમેન કેમ્પબેલ વિલ્સન અને એર ઈન્ડિયા એક્સપ્રેસના મેનેજિંગ ડિરેક્ટર આલોક સિંઘે નવી બ્રાન્ડ ઓળખ, લોગો અને એરક્રાફ્ટ લિવરીનું પ્રથમ બ્રાન્ડ ન્યૂ બોઇંગ 737-8 વિમાન પર અનાવરણ કર્યું હતું.

નવી બ્રાન્ડ ઓળખ વિશે બોલતા, એર ઈન્ડિયા એક્સપ્રેસના મેનેજિંગ ડિરેક્ટર આલોક સિંઘે જણાવ્યું હતું કે, ઈન્ટિગ્રેટેડ એર ઈન્ડિયા એક્સપ્રેસ-એરએશિયા ઈન્ડિયા એન્ટિટી એર ઈન્ડિયા એક્સપ્રેસ તરીકે કામગીરી કરશે. તે આધુનિક, તાજગીયુક્ત બ્રાન્ડિંગ સાથે ન્યૂ ઇન્ડિયા સ્માર્ટ કનેક્ટર’ તરીકે રજૂ થશે. આધુનિક ઇંધણ-કાર્યક્ષમ બોઇંગ 737 – 8 એરક્રાફ્ટના ઇન્ડક્શનથી શરૂ કરીને અમારી મહત્વાકાંક્ષી વૃદ્ધિ અને પરિવર્તન યાત્રામાં પુનઃ-બ્રાન્ડિંગ એક નવો તબક્કો દર્શાવે છે. આગામી 15 મહિનામાં 50 એરક્રાફ્ટને કાફલામાં સામેલ  કરાશે. તેનાથી અમે ટૂંકા ગાળામાં કાફલાને બમણો કરીશું. “આગામી પાંચ વર્ષ દરમિયાન, અમે ભારતમાં અને ટૂંકા અંતરના આંતરરાષ્ટ્રીય બજારોમાં લગભગ 170 નેરો-બોડી એરક્રાફ્ટનો લક્ષ્યાંક રાખીએ છીએ.

 

LEAVE A REPLY

5 × four =