અમેરિકા સાથેના ટ્રેડવોરને કારણે ચીનની કંપનીઓએ ડિલિવરી લેવાની ના પાડી તેવા બોઇંગ કંપનીના વિમાનોની ખરીદવા કરવા એર ઇન્ડિયા આતુર છે.
મીડિયા અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવાયું હતું કે ટાટા ગ્રુપની માલિકીની આ એરલાઇનને તેના પુનરુત્થાનની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે તાત્કાલિક વિમાનોની જરૂર છે અને તે ચીનને ડિલિવરી લેવાની ના પાડી છે તેવા જેટ ખરીદવા માટે અમેરિકાની વિમાન ઉત્પાદક કંપનીનો સંપર્ક કરવાની યોજના બનાવી છે. એર ઇન્ડિયા ડિલિવરીના સ્લોટ ભવિષ્યમાં ઉપલબ્ધ બને તો તે ખરીદવા માટે પણ તૈયાર છે.
અમેરિકાએ ચીન પર જંગી ટેરિફ લાદ્યા પછી ચીન સરકારે બોઇંગના વિમાનો ન સ્વીકારવા તેની એરલાઇન્સ કંપનીઓને આદેશ આપ્યો હતો. બોઇંગ ડિલિવરી માટે 10 વિમાન તૈયાર કરી છે. ચીની કંપનીઓ કેટલાંક 737 મેક્સ જેટ્સ અમેરિકા પરત પણ મોકલ્યા છે. એર ઇન્ડિયા તેના એર ઇન્ડિયા એક્સપ્રેસ યુનિટ માટે પહેલાથી જ બનાવેલા મેક્સ નેરોબોડીઝમાં વધુ રસ ધરાવે છે.
