પ્રતિકાત્મક તસવીર (istockphoto)

એરબસે બેંગલુરુ સ્થિત ડાયનેમેટિક ટેક્નોલોજીને A220 એરક્રાફ્ટના દરવાજાના ઉત્પાદન માટે સીમાચિહ્નરૂપ ઓર્ડર આપ્યો છે. કોન્ટ્રાક્ટમાં એરબસના એ-220 વિમાનોના ડોર્સના ઉત્પાદન અને એસેમ્બલિંગનો સમાવેશ થાય છે, એમ કંપનીએ બુધવાર, 8 ફેબ્રુઆરીએ જણાવ્યું હતું.

એરબસના આ મોટા એરોસ્પેસ ઓર્ડરને કારણે મોદી સરકારના મેઇક-ઇન-ઇન્ડિયા પ્રોજેક્ટ્સનો મોટો વેગ મળશે. કંપનીએ જણાવ્યું હતું કે આ કરાર હેઠળ ડાયનેમેટિક A220 ફેમિલી એરક્રાફ્ટ (એરક્રાફ્ટ દીઠ આઠ દરવાજા) માટે ઓવર-વિંગ ઈમરજન્સી એક્ઝિટ ડોર ઉપરાંત કાર્ગો, પેસેન્જર અને સર્વિસ ડોરનું ઉત્પાદન અને એસેમ્બલ કરશે. ડોર્સ કોન્ટ્રાક્ટમાં પાર્ટસના ઉત્પાદનનો સમાવેશ થાય છે. તેનાથી ભારતના બીજા સપ્લાયને પણ બિઝનેસ તક મળશે.

ભારતના નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ ડાયનેમેટિક ટેક્નોલોજી સાથેના એરબસ કરારને “તમામ માટે ગર્વની ક્ષણ” ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે નજીકના ભવિષ્યમાં એરબસ ભારતમાંથી તેની ખરીદી હાલના $750 મિલિયનથી વધારીને $1.5 બિલિયન. કરશે.

એક વર્ષથી ઓછા સમયમાં ભારતીય ફર્મ સાથે એરબસનો આ બીજો કરાર છે. 2023માં એરબસે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડને A320sના બલ્ક અને કાર્ગો દરવાજાના ઉત્પાદન માટેનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો

 

LEAVE A REPLY

two × two =