(istockphoto.com)

નાણાભીડનો સામનો કરી રહેલા પાકિસ્તાનને યુક્રેનને આશરે 364 મિલિયન ડોલરના શસ્ત્રો વેચ્યાં હતા. આ ડીલ અમેરિકાની પ્રાઇવેટ કંપનીઓ મારફત થઈ હતી, એમ મીડિયા રીપોર્ટમાં જણાવાયું હતું.

મીડિયા રીપોર્ટ મુજબ બ્રિટિશ મિલિટરી કાર્ગો વિમાને રાવલપિંડીમાં પાકિસ્તાન એરફોર્સ બેઝ નૂર ખાનથી સાયપ્રસના બ્રિટિશ સૈન્ય મથક અક્રોતિરી અને ત્યારબાદ રોમાનિયામાં કુલ પાંચ વખત યુદ્ધગ્રસ્ત દેશને શસ્ત્રો પહોંચાડવા માટે ઉડાન ભરી હતી.

જોકે, ઈસ્લામાબાદે સતત એ વાતનો ઈન્કાર કર્યો છે કે તેને યુક્રેનને કોઈ દારૂગોળો પૂરો પાડ્યો છે. અમેરિકન ફેડરલ પ્રોક્યોરમેન્ટ ડેટા સિસ્ટમના કરારની વિગતો ટાંકીને હેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાને “ગ્લોબલ મિલિટરી” અને “નોર્થ્રોપ ગ્રુમેન” નામની બે અમેરિકન કંપનીઓ સાથે 155 એમએમ શેલ્સના વેચાણ માટે બે કરાર કર્યા હતા.

ઇસ્લામાબાદમાં વિદેશ કાર્યાલયે યુક્રેનને શસ્ત્રો અને દારૂગોળાના કોઈપણ વેચાણને નકારી કાઢ્યું છે અને કહ્યું છે કે પાકિસ્તાને બંને દેશો વચ્ચેના વિવાદમાં “કડક તટસ્થતા”ની નીતિ જાળવી રાખી છે અને તે સંદર્ભમાં તેમને કોઈ શસ્ત્રો અથવા દારૂગોળો પૂરો પાડ્યો નથી.

LEAVE A REPLY

6 − 5 =