Getty Images)

27 ડિસેમ્બરે રિલીઝ થયેલી ગૂડ ન્યૂઝએ 117.10 કરોડનો બિઝનેસ કર્યો છે. ફિલ્મમાં અક્ષયકુમાર, કરીના કપૂર ખાન, દિલજીત દોસંજ અને કિયારા અડવાણીના પફોર્મન્સ લોકોને ખૂબ પસંદ પડી રહ્યા છે. આ અક્ષયકુમારની ચોથી ફિલ્મ બની ગઇ છે જેણે સો કરોડની કલબમાં સ્થાન મેળવ્યું હોય. આ અગાઉ અક્ષયકુમારની હાઉસફૂલ-4, કેસરી અને મિશન મંગલએ સો કરોડનો બિઝનેસ કર્યો છે. ગૂડ ન્યૂઝના બિઝનેસ પર નજર નાખીએ તો આ ફિલ્મને શુક્રવારે 17.56 કરોડ, શનિવારે 21.78 કરોડ, રવિવારે 26.6પ કરોડનો સોમવારે 12.41 કરોડ, મંગળવારે 16.20 કરોડનો અને બુધવારે 22.50 કરોડની સાથે કુલ 117.10 કરોડનું કલેકશન મેળવી લીધું છે. હવે અક્ષયના મતે ભારતમાં ડીપ્રેશન એક મોટી સમસ્યા છે અને તેના માટે જાગૃતિ લાવવા એક ફિલ્મ બનાવવાની ઈચ્છા છે.