કોરોના વાયરસના પ્રકોપના કારણે થયેલા લોકડાઉનથી લોકોની જિંદગી જાણે થંભી ગઇ છે. મનોરંજન ઇસ્સ્ટ્રીને કરોડોનું નુકસાન થઇ ચુક્યું છે. અક્ષય કુમારની ફિલ્મોની વાત કરીએ તો લોકડાઉનની અસર તેની એક ફિલ્મ પર નહીં પરંતુ સાત-સાત ફિલ્મો પર પડી રહી છે.
અક્ષયની યશરાજ પ્રોડકશનની પૃથ્વીરાજ ફિલ્મ છે જેમાં તે માનુષી છિલ્લર સાથે જોવા મળવાનો છે.
થોડા દિવસો પહેલા જ આનંદ એલ રાયે પોતાની ફિલ્મ અતરંગી રેની ઘોષણા કરી હતી જે માર્ચ મહિનામાં શરૂ થવાની હતી. બચ્ચન પાંડે ફિલ્મનું શૂટિંગ પણ માર્ચ મહિનાની આસપાસ શરૂ થવાનું હતું.
બેલ બોટમ ફિલ્મની શરૂઆત આ વરસના આખરી મહિનામાં કરવાનું હતું પરંતુ હજી સુધી કોઇ અપડેટ જાણવા મળી નથી. લક્ષ્મી બોમ્બ ફિલ્મને ઓટીટી પર રિલીઝ કરવાની ચર્ચા થઇ રહી છે. પરંતુ હજી સુધી તેની સત્તાવાર ઘોષણા થઇ નથી. સૂર્યવંશી ફિલ્મ રોહિત શેટ્ટીના દિગ્દર્શન હેઠળ બનવાની છે.જેનું શૂટિંગ માર્ચ મહિનામાં શરૂ થવાનું હતું જેમાં અક્ષય અને કેટરિનાની જોડી જોવા મળવાની છે.