સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસની અસરના લીધે ભારત સરકારે દેશમાં ડોમેસ્ટી વિમાન મુસાફરી બંધ કરી છે. સરકારે આદેશ કર્યા છે કે 24મી માર્ચે મધરાતથી પેસેન્જર વિમાનોના પૈડા થંભાવી દેવા, અત્યારસુધી દેશમાં રેલ સેવા બંધ કરાઈ હતી. દેશના 19 રાજ્યોમાં લોકડાઉન હતા તેમાં હવે વિમાની સેવાનો ઉમેરો કરવામાં આવ્યો છે.સરકારના નોટિફિકેશન મુજબ દેશમાં 24મી માર્ચના રોજ રાત્રે 23:59 કલાકથી ડોમેસ્ટીક ફ્લાઇટ બંધ થઈ જશે. દેશમાં હવે ફક્ત કાર્ગો સર્વિસ જ શરૂ રહેશે. દેશમાં સરકારે અગાઉથી વિદેશથી આવેલા મુસાફરોની એન્ટ્રી પ્રતિબંધીત કરી હતી. દરમિયાન વડાપ્રધાન મોદીએ સવારે ટ્વિટ કરીને લોકોને તેમજ રાજ્ય સરકારોને લૉકડાઉનને ગંભીરતાથી લેવાની અપીલ કરી છે.