ગુજરાત
પ્રતિક તસવીર

નવા વર્ષની ઉજવણી શરૂ થાય તે પહેલા ગુજરાત સરકારે સોમવાર, 22 ડિસેમ્બરે ગિફ્ટી સિટી (ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી)માં દારૂબંધીના નિયમોમાં વધુ ઉદાર બનાવવાની જાહેરાત કરી હતી. નવા નિયમો મુજબ ગુજરાત બહારના લોકો એટલે કે અન્ય રાજ્યોના મુલાકાતીઓ તેમજ વિદેશી નાગરિકોને દારૂ માટે પરમિટ લેવાની જરૂર રહેશે નહીં. અહીં ઉલ્લેખનીય છે કે હાલમાં સમગ્ર રાજ્યમાં દારુબંધી છે અને દારુ માટે પરમિટ લેવી પડે છે.

સરકારના જાહેરનામા મુજબ ગુજરાતના રહેવાસી નથી તેઓને દારૂ પીવા માટે પરમિટની જરૂર રહેશે નહીં. આમ અન્ય રાજ્યના લોકો અને વિદેશી નાગરિક પોતાનું માન્ય ફોટો ઓળખપત્ર બતાવીને GIFT સિટીમાં દારૂ પી શકશે. આ લોકોને અલગથી પરમિટ લેવાની જરૂર નહીં રહે. પરમિટ ધરાવતા કર્મચારીઓ હવે એક સમયે 25 મહેમાનોને આમંત્રિત કરી શકશે.

નિયમો હેઠળ, GIFT સિટીમાં આવેલી હોટેલ અને રેસ્ટોરન્ટમાં લોન, સ્વિમિંગ પૂલની આજુબાજુ, ટેરેસ તેમજ ખાનગી હોટેલ રૂમમાં દારૂ પીરસવાની મંજૂરી અપાઈ છે. ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓનું માનવું છે કે, આ પગલું ગુજરાતને વૈશ્વિક નાણાકીય હબ બનાવવા અને કોમનવેલ્થ ગેમ્સ તથા ઓલિમ્પિક્સ જેવી આંતરરાષ્ટ્રીય રમતો આયોજિત કરવાની રાજ્યની યોજનાઓને અનુરૂપ છે.

LEAVE A REPLY