ન્યૂયોર્કમાં ન્યાય વિભાગના ટોચનાં અધિકારીએ જણાવ્યું હતું કે, ભૂતપૂર્વે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના પારિવારિક બિઝનેસની તેમની તપાસમાં છેતરપિંડી અથવા ગેરમાર્ગે દોરનારી કામગીરીના ‘નોંધપાત્ર પુરાવા’ મળ્યા છે, જેનાથી ટ્રમ્પ પર દબાણ વધ્યું કે તેમણે તપાસને બંધ કરવાનો પ્રયાસ કર્યો છે.
ગત મંગળવારે મોડી રાત્રે રાજ્યના એટર્ની જનરલ લેટિશિયા જેમ્સે કોર્ટમાં લેખિતમાં જણાવ્યું હતું કે, તેમની તપાસમાં જાણવા મળ્યું છે કે ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશને વિવિધ લોનને સુરક્ષિત રાખવા માટે અનેક પ્રકારની સંપત્તિનો ટેક્સ ઘટાડવા માટે તેનું છેતરપિંડીપૂર્વક ઓછું મૂલ્યાંકન કર્યું હતું.
જેમ્સે ન્યાયમૂર્તિને ટ્રમ્પ અને તેના બે મોટા સંતાનો- ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને ઇવાન્કા ટ્રમ્પને વર્ષોથી ચાલતી તપાસમાં એવા પ્રશ્નોના જવાબ આપવા દબાણ કરવા કહ્યું હતું કે, જે વર્ષ 2024 માં પ્રેસિડેન્ટપદની ચૂંટણી માટે તેમની કોઈપણ યોજનાઓ માટે જોખમી બની ગયું છે. માર્ચ 2019થી જ્યારથી ડેમોક્રેટ લેટિશિયા ટ્રમ્પની કંપની સામે તપાસ શરૂ કરી છે ત્યારે તેમણે આ સૌથી વધુ વિગતવાર આક્ષેપો રજૂ કર્યા છે.
જેમ્સે જણાવ્યું હતું કે, ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશને ‘આર્થિક ફાયદા’ માટે ઇનલેન્ડ રેવન્યુ સર્વિસ, બેંકો અને વીમા કંપનીઓ સહિત નાણાકીય સંસ્થાઓમાં સંપત્તિઓનું ખોટૂ મૂલ્યાંકન રજૂ કર્યું હતું.
આ કથિત છેતરપિંડીયુક્ત મૂલ્યાંકનમાં મેનહટનના ટ્રમ્પ ટાવરમાં ટ્રમ્પનું જે પેન્ટહાઉસ હકીકતમાં છે તેના કરતાં ત્રણ ગણું મોટું હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે, જેની કિંમત 200 મિલિયન ડોલથી વધુ છે.