Along with being healthy, fitness is also essential
Young Asian/ Indian woman wearing black sports dress and meditating outdoors at park.

ડો. યુવા અય્‍યર
આયુર્વેદિક ફિઝિ‌શિયન

સુખ, સંતોષ આનંદ અને પ્રગતિમય જીવન જીવવા માટે તંદુરસ્તી જરૂરી છે. જીવન જીવવા માટે સૌથી વધુ આવશ્યક અને મહત્વપૂર્ણ સાધન શરીર છે. આથી જ શરીર નિરોગી હોય તે તો જરૂરી છે જ, પરંતુ તેની સાથે શરીર જીવનોપયોગી દરેક પ્રવૃત્તિઓ માટે ક્ષમતા ધરાવતું હોય તે પણ એટલું જ જરૂરી છે. વાચકોને પ્રશ્ન થશે કે જો શરીર નિરોગી હોય તો દરેક કાર્યો કે પ્રવત્તિ કરવા માટે સક્ષમ પણ હોય જ ને? આ વાતને થોડી ઊંડાણપૂર્વક સમજીએ તો જ આપણે ‘હેલ્થ’ અને ‘ફિટનેસ’ બન્ને વચ્ચેનો ફરજ સમજી શકીશું.

ફિટનેસ કોને કહીશું?

શારીરિક સક્ષમતા કે ફિઝિકલ ફિટનેસ એ એવી અવસ્થા છે જેમાં શરીર આરોગ્યવાન હોવાની સાથે રમત-ગમત, ધંધા-રોજગારને લગતી રોજ-બ-રોજની શારીરિક પ્રવૃત્તિ કરવા સક્ષમ હોય.

પ્રત્યેક વ્યક્તિ પોતાની રોજિંદી પ્રવૃત્તિ જાતે જ કરતાં હોય છે. કોઇ વિશિષ્ટ શારીરિક પરિસ્થિતિ કે રોગ-અશક્તિ હોય ત્યારે અન્યની સહાય લેવાની જરૂર પડે છે. આનો અર્થ એ થયો કે રોજ-બ-રોજનાં જીવનમાં નહાવું, પોતાના અંગત રાચરચીલું, કપડાં – સામાન વગેરેની સાફ-સફાઇ-વ્યવસ્થા, જમવું, ઉઠવું-બેસવું, અમુક અંતર કાપી ચાલવું. સીડી ચઢવી જેવી શારીરિક પ્રવૃત્તિ કરવાની ક્ષમતા એ રોજ-બ-રોજની પ્રવૃત્તિ માટેની સક્ષમતા થઇ તો વળી વ્યવસાય સંબંધિત સક્ષમતાની વાત કરીએ તો ડોક્ટર, બેંક કર્મચારીઓ, સી.એ., અન્ય કન્સલ્ટન્ટ જેવા વ્યવસાયમાં મહદ અંશે બેસીને જ કાર્યરત રહેવું પડે છે. માત્ર બુદ્ધિક્ષમતા અને ટેકનિકલ સપોર્ટથી મેનેજમેન્ટ કરવાનું થતું હોય છે. આવા વ્યવસાયમાં ખાસ શારીરિક ફિનનેસની આવશ્યકતા હોતી નથી. પરંતુ વર્કશોપમાં કામ કરતાં મિકેનિક્સ, ઇન્ડસ્ટ્રીઝમાં કાર્યરત એન્જિનિયર, માર્કેટીંગ કાર્યરત પ્રોફેશનલ્સ કે પછી શો રૂમમાં કે પછી અન્ય એવા વ્યવસાય જેમાં સતત ઉઠ-બેસ થતી હોય, કમરથી વાંકા વળવું પડતું હોય, ઉભડક પગે બેસવું પડતું હોય, સતત ઉભા રહેવા સાથે એક જગ્યાથી બીજી જગ્યાએ જવું પડતું હોય, ઇન્ડસ્ટ્રીમાં વપરાતાં ઉંચા વાહનો, ટ્રેક્ટર જેવા વાહનો પર ચઢવું – કૂદકો મારી ઉતરવાનું વારંવાર થતું હોય ત્યારે સંપૂર્ણ શરીરની સક્ષમતા ખાસ કરીને સ્નાયુઓનું લચીલાપણું, ચપળતા અને સાંધાઓની તંદુરસ્તી જરૂરી હોય છે.

હવે કલ્પના કરો માઇગ્રેન કે સામાન્ય શરદીથી માથું દુઃખતું હોય ત્યારે પણ કાર્યપ્રવૃત્તિ કે કોઇ સાંધાની જકડાહટ કે શરીરની ચુસ્તીમાં અભાવમાં રોજ-બ-રોજનાં જીવન કે કાર્યપ્રવૃત્તિ કે પછી રમતગમત જેવી શારીરિક પ્રવૃત્તિની ક્ષમતા કેટલી ઘટી જતી હોય છે?

પહેલા માળે ચઢવા માટે લિફ્ટની રાહ જોવી પડે, થોડા અંતરે જવા વાહન વાપરવું પડે, નીચે નમીને થતી પ્રવૃત્તિ ટાળવી પડે જેવી ઘણી બધી પરિસ્થિતિઓ ચલાવી લેવામાં આવતી હોય છે. આ સાથે બ્લડ રીપોર્ટમાં કુદરતી રીતે કે પછી દવા લીધા બાદ શુગર, હોર્મોન્સ વગેરેનાં આંકડા નોર્મલ આવે, બી.પી નોર્મલ આવે એવા પરિક્ષણથી ખુશ થઇ જઇ આપણે આપણને હેલ્ધી માની લેતાં હોઇએ છીએ, રોગનો અભાવ એટલે આરોગ્ય, પરંતુ ફિટનેસ નહીં!

ફિટનેસ માટે જરૂરી બાબતો

• સ્ફૂર્તિ – પ્રવૃત્તિ માટે આવશ્યક સ્ફૂર્તિ, ઝડપ, લય.
• સંતુલન – કાર્ય દરમિયાન જરૂરી બેલેન્સ.
• સપ્રમાણતા – વજન અને શારીરિક ધાતુ જેવી કે માંસ, ચરબી, હાડકા, લોહી વગેરેની તાકાત અને પોષણ સાથે સપ્રમાણતા.
• હૃદય – રક્તસંચારણ ક્ષમતા – કાર્યપ્રવૃત્તિ દરમિયાન શરીરને આવશ્યક લોહી અને ઓક્સિજની જરૂરિયાત પુરી પાડવા માટે હૃદય – ફેફસાં – લોહીની વાહિનીઓની કાર્યક્ષમતા જરૂરી.
• તાલમેલ – વિવિધ અવયવોથી થતી પ્રવૃત્તિઓનો ક્રમ એક પછી એક થવો, તેની ગતિને વધુ-ઓછી કરી અને નિયંત્રિત પ્રવૃત્તિ કરવા માટે સ્નાયુઓ, સાંધાઓ, શ્વાસોચ્છવાની ક્રિયા વગેરેમાં તાલમેલ જળવાવો જરૂરી.
• સ્નાયુની ક્ષમતા – શારીરિક પ્રવૃત્તિ ચઢ-ઉતર, ઉઠ-બેસ કે પછી ઉભા રહેવા દરમિયાન પણ શરીરનાં સ્નાયુઓની તાકાત જરૂરી હોય છે.
• સ્નાયુનું બળ – વજન ઉંચકવા, ધક્કો મારવા જેવી ઘણી બધી પ્રવૃત્તિ માટે હાથ, પગ, પેટ, કમર, ગરદન જેવા અંગોના સ્નાયુઓમાં બળ જરૂરી.
• લચીલાપણું – પ્રવૃત્તિ માટે જરૂરી કાર્ય કરી અટકી જવું, અમુક દિશામાં પ્રવૃત્ત થવું, પગનાં પંજા પર ઉંચા થવું કે પછી શરીર થોડું સ્ટ્રેચ કરીને કાર્ય કરવું જેવી અનેક નાની-મોટી પ્રવૃત્તિ કરવા માટે શરીર લચીલું – ફ્લેક્સિબલ હોવું જરૂરી છે.
• પ્રતિક્રિયા – કોઇ પણ સંજોગોમાં શારીરિક – માનસિક ક્રિયાઓ, બહારનાં વાતાવરણથી જરૂરી અનુકૂલન હોય કે સમજવા – સંવેદવાની ક્રિયા હોય શરીર – મનનાં અવયવો અને જ્ઞાનેન્દ્રિય – કર્મેન્દ્રિયનાં તાલમેલથી યોગ્ય સમયે પ્રતિક્રિયા થવી જરૂરી.
અહીં જે પણ આવશ્યક બાબતો જરૂરી છે તે કોઇ વિશિષ્ટ કે મોટા ગજાના કામ માટે જરૂરી છે તેવું નથી. પહેરવેશનું નાડું બાંધવા, વોશબેસિનમાં બ્રેશ કરી કોગળા કરવા, શાક કાપી વઘારવા, કૂકર ગેસ પરથી રોજ-બ-રોજની પ્રવૃત્તિઓ માટે પણ આ બધી જ શારીરિક પ્રતિક્રિયાની સતેજતા જીવનમાં સરળતા – સક્રિયતા લાવે છે.

ફિટનેસ માટે શું કરવું?

• રોગ મટાડવા જેટલી ચીવટ રાખીએ તેટલી જ ચીવટ શરીરની સક્ષમતા વધારવા રોજ-બ-રોજનાં જીવનમાં રાખવી.
• વજનની સપ્રમાણતા માટે ડાયેટીંગ નહીં, રાઇટ ઇટીંગ કરો.
• પાતળા થાઓ ઃ દુબળા (નબળા) નહીં.
• વોકિંગ, સ્વીમીંગ, સાયકલીંગ, વેઇટલિફ્ટિંગ, વેઇટટ્રેનિંગ, બેડમિન્ટન, સ્કવોશ, ટેનિસ, ટેબલ ટેનિસ, ભારતીય શાસ્ત્રીય નૃત્ય, વેસ્ટર્ન ડાન્સ જેવી ઘણી શારીરિક પ્રવૃત્તિઓ છે જેમાંથી મનગમતી તથા શરીરની ક્ષમતા વધારે તે મુજબની તાલીમ લઇ પ્રવૃત્તિઓ કરવી.
• યોગાસનમાં થતું સ્ટ્રેચિંગ, શ્વાસનું નિયમન, શરીરનું સંતુલન, શક્તિનો વપરાશ સાથે મનની એકાગ્રતા જો આ બાબતો વિશે સમજ કેળવી, યોગ્ય માર્ગદર્શન લઇ નિયમિત યોગ કરવામાં આવે તો ફિટનેસ માટે આવશ્યક ઘણી બાબતો કેળવી શકાય.

LEAVE A REPLY

4 × 5 =