ભારતના મોખરાના અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી બે દિવસ પહેલા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બનવાની નજીક પહોંચી ગયા હતા. તેમના અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની સંપત્તિમાં માત્ર 0.6 બિલિયન ડોલરનો તફાવત જોવા મળ્યો હતો. જોકે શેરબજારમાં બદલાયેલી સ્થિતિને કારણે મુકેશ અંબાણી ફરીથી સ્પર્ધામાં ઘણા આગળ નીકળી ગયા છે. બંનેની સંપત્તિમાં હવે 13 બિલિયન ડોલરનો તફાવત છે. કારણકે ગૌતમ અદાણીની નેટવર્થમાં શુક્રવારે 12.4 બિલયન ડોલરનું ધોવાણ થયું છે. બ્લૂમબર્ગ બિલિયોનર ઈન્ડેક્સ પ્રમાણે અદાણીની નેટવર્થ 78.1 બિલિયન ડોલર છે અને વિશ્વનાધનવાનોની યાદીમાં તે 13મા સ્થાને છે. આ વર્ષે તેમની સંપત્તિમાં 44.3 બિલિયન ડોલરનો વધારો થયો છે. કોરોનાના નવા વેરિએન્ટના ભયના કારણે શુક્રવારે ભારતીય શેરબજારમાં 1688 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો, જેથી અદાણીની તમામ 6 કંપનીઓના શેરના ભાવમાં ઘટાડો થતાં તેની અસર અદાણીની નેટવર્થ પર પણ પડી છે. જ્યારે મુકેશ અંબાણીની 91.1 બિલિયન ડોલર નેટવર્થ છે અને તે આ યાદીમાં 11મા ક્રમે છે.