કોરોના વાયરસના કહેર પર કાબૂ મેળવવામાં નિષ્ફળ ગયેલા અમેરિકાની આખા જગતમાં ભારે ટીકા થઈ રહી છે. અમેરિકામાં કોરોના વાયરસના લાખો કેસ સામે આવી ચુક્યા છે. આ સંજોગોમાં અમેરિકામાં વિદેશી મામલાના નિષ્ણાત ફરીદ ઝકરિયાએ એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, અમેરિકામાં લોકશાહીનુ જે માળખુ છે તેના કારણે અમેરિકા વાયરસ પર પ્રભાવી રીતે કાબૂ મેળવી શક્યુ નથી.

તેમના મતે અમેરિકન સિસ્ટમ બહુ વધારે પડતી વિકેન્દ્રીત છે.જેમાં કેન્દર સરકાર રાજ્યની જવાબદારીમાં બહુ ઓછી ભૂમિકા નિભાવે છે. રાજ્યોમાં કેન્દ્ર સરકાર ત્યાં સુધી દખલ નથી કરતી જ્યાં સુધી જે રાજ્ય માટે કામ કરવુ અત્યંત મુશ્કેલ થઈ જાય. આ અમેરિકાની કમજોરી છે.સંકટ સમયે મજબૂત કેન્દ્ર સરકાર હોવી જરુરી છે. જે રીતે ભારતમાં છે. ભારતમાં મોદી આખા દેશમાં લોકડાઉન કરવા સક્ષમ છે પણ ટ્રમ્પ પાસે એવો અધિકાર નથી.

અમેરિકાના માળખામાં અલગ અલગ વિભાગો છે.જેમ કે કોંગ્રે, વ્હાઈટ હાઉસ, તમામ 50 રાજ્ય અને બ્યુરોક્રેસીના પણ ઘણા સ્તર છે. આવામાં એક બીજાનો સહયોગ લેવામાં મુશ્કેલી પડી શકે છે. જોકે ઝકરીયાએ કબૂલ્યુ હતુ કે, આ પ્રકારના સંજોગોમાં અમેરિકામાં ટ્રમ્પ જેવા રાષ્ટ્રપતિ છે જે મામલાને ગંભીરતાથી લેતા નથી. તેમણે બહુ લાંબા સમય સુધી કોરોનાની સમસ્યાને હળવાશથી લીધી હતી.