America has increased the visa fee in India
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે મંગળવારે જાહેર કર્યું હતું કે ભારતમાં યુએસ એમ્બેસી અને તેના કોન્સ્યુલેટ્સે ઑક્ટોબર 2022 અને સપ્ટેમ્બર 2023 વચ્ચે 140,000થી વધુ સ્ટુડન્ટ વિઝા જારી કરીને એક ઐતિહાસિક સીમાચિહ્ન પ્રાપ્ત કર્યું છે, જે એક સર્વકાલીન રેકોર્ડ છે.

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના એક નિવેદન અનુસાર, ભારતમાં દૂતાવાસ અને કોન્સ્યુલેટ્સે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક તકો ઉપલબ્ધ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023 સુધી (2023 ફેડરલ નાણાકીય વર્ષ), વિદેશ વિભાગે વૈશ્વિક સ્તરે 10 મિલિયનથી વધુના નોન-ઇમિગ્રન્ટ વિઝા જારી કર્યા છે.”

જ્યારે અમેરિકાએ આખી દુનિયાના 6 લાખ વિદ્યાર્થીઓને પોતાના દેશમાં ભણવા માટે એક વર્ષમાં વિઝા આપ્યા છે. જેમાંથી 1.40 લાખ કરતા વધારે વિઝા તો એકલા ભારતીય વિદ્યાર્થીઓે આપવામાં આવ્યા છે.

વિદેશ વિભાગનુ કહેવુ છે કે, વિઝા આપવા માટેની સિસ્ટમમાં કરવામાં આવેલા મહત્વના ફેરફારોના કારણે આટલી મોટી સંખ્યામાં વિઝા આપવાનુ શક્ય બન્યુ છે. જેમાં અમેરિકા નિયમિત રીતે આવતા મુલાકાતીઓ જો સુરક્ષાના તમામ ધારાધોરણ પર ખરા ઉતરતા હોય તો તેમને એમ્બેસી કે કોન્સ્યુલેટ ગયા વગર વિઝા આપવાની છૂટનો સમાવેશ થાય છે.

ભારતની વાત કરવામાં આવે તો ગત વર્ષે 1.2 મિલિયનથી વધારે ભારતીયોએ અમેરિકાની મુલાકાત લીધી હતી. દુનિયાભરમાંથી અમેરિકાના વિઝા માટે અરજી કરનારા લોકોમાં 10 ટકાથી વધારે ભારતીયો હોય છે. સ્ટુન્ડટ વિઝા માટે અરજી કરનારાઓમાં 20 ટકાથી વધારે ભારતીય વિદ્યાર્થીઓ હોય છે અને રોજગાર માટેની કેટેગરીમાં અરજી કરનારામાં 65 ટકા સંખ્યા ભારતીયોની હોય છે.

 

LEAVE A REPLY

four − 3 =