drugs issues
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (ફાઇલ ફોટો (Photo by Chandan Khanna/AFP via Getty Images)

નવા કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલી ખેડૂત નેતાઓને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે સાંજે સાત વાગ્યે ખેડુતોને મળવા બોલાવ્યાં છે. ખેડૂતોએ આપેલા ભારત બંધના એલાન વચ્ચે અમિત શાહે અચાનક આ બેઠક બોલાવી છે.
એવું માનવામાં આવે છે કે ખેડૂત નેતાઓ સાંજે 7 વાગ્યે અમિત શાહ સાથે મુલાકાત કરશે. આ એક અનૌપચારિક મુલાકાત હશે. સવારમાં જ અમિત શાહ તરફથી ખેડૂતોને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. જે અંતર્ગત કુલ 13 સભ્યો અમિત શાહ સાથે મુલાકાત કરશે.

અમિત શાહે સિંધૂ, ટિકરી અને ગાજીપુર બોર્ડર પર બેઠેલા ખેડૂતોને બોલાવ્યા છે. રાકેશ ટિકૈતને પણ બેઠકમાં બોલાવ્યા છે. રાકેશ ટિકૈતે જણાવ્યુ હતું કે, મારા પર ફોન આવ્યો હતો. ગૃહપ્રધાન અમિત શાહે મળવા માટે બોલાવ્યા છે. અમે અને અમારા નેતાઓ જશે, તેમણે સાંજે 7 કલાકે મળવા બોલાવ્યા છે. આ પહેલા પણ સરકાર અને સરકાર વચ્ચે પાંચ રાઉન્ડની વાતચીત નિષ્ફળ રહી હતી.