ગુજરાત
(ANI Photo)

ગુજરાતમાં મતદાર યાદીમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની કવાયત હવે 99.97 ટકા પૂર્ણ થઈ ગઈ છે. રાજ્યના 5.08 કરોડ મતદારોમાંથી તમામની ચકાસણી લગભગ પૂર્ણ થઈ ગઈ છે, જેમાં 11.50 લાખથી વધુ ડુપ્લિકેટ એન્ટ્રીઓ મળી આવી છે. રાજ્યમાં 27 ઓક્ટોબરે આ કવાયત હાથ ધરવામાં આવી હતી.

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આશરે 11.58 લાખ મતદારોના નામ બે સ્થળોએ નોંધાયેલા જોવા મળ્યાં છે. આ ઉપરાંત મતદાર યાદીમાં ૧૮ લાખથી વધુ મૃત મતદારોના નામ મળી આવ્યા હતાં અને ૧૦.૩૭ લાખથી વધુ મતદારો તેમના સરનામાં પર ગેરહાજર જોવા મળ્યાં હતાં. કુલ ૪૦.૪૭ લાખથી વધુ મતદારો કાયમી ધોરણે સ્થળાંતર કરી ચૂક્યા છે.ગેરહાજર, સ્થળાંતરિત અને મૃત મતદારોની યાદી સીઈઓ અને જિલ્લા સ્તરની વેબસાઇટ પર મૂકવામાં આવી છે

LEAVE A REPLY