Jalebi Baba, accused of raping 120 women in Haryana
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગુજરાતમાં 2022-23માં દરરોજ બળાત્કારના સરેરાશ છ કેસ નોંધાયા હતા, જેમાં અમદાવાદ શહેરમાં એક દિવસમાં બળાત્કારનો એક કેસ નોંધાયો હતા. 2022-23માં રેપના 2,209 કેસ અને ગેંગ રેપના 36 કેસ નોંધાયાં હતાં. આ આંકડાઓ 2021-22ની સરખામણીમાં 1%નો ઘટાડો દર્શાવે છે, એમ રાજ્ય સરકારે વિધાનસભામાં રજૂ કરેલા ડેટામાં જણાવાયું હતું.

જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના કરેલા સવાલના જવાબમાં જણાવાયું હતું કે  2020-21માં રાજ્યમાં રેપના 2,016 અને ગેંગ રેપના 27 કેસ નોંધાયા હતા. 2021-22માં આ આંકડો વધીને અનુક્રમે 2,229 અને 32 થયો હતો.

સરકારે જણાવ્યું હતું કે રેપ કેસમાં નામ આપવામાં આવેલા 194 આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે. ગૃહ વિભાગના અધિકારીઓ જણાવ્યું હતું કે, રેપના લગભગ 50% કેસો એવા છે જેમાં મહિલાને લગ્નનું વચન અપાયું હતું અને પછી છોડી દેવામાં આવી હતી, જ્યારે લગભગ 15% કેસમાં બળનો ગુનાહિત ઉપયોગ સામેલ હોય છે. અધિકારીએ કહ્યું હતું કે, મોટાભાગના કિસ્સાઓમાં ગુનેગાર પાડોશી હોય છે અથવા પરિવારની નજીકની વ્યક્તિ હોય છે. અમદાવાદ અને સુરત આ બંને શહેરો 600 કેસ અથવા રેપના લગભગ 27% કેસો માટે જવાબદાર છે.

LEAVE A REPLY

five × one =