પ્રતિકાત્મક તસવીર (Photo by ANATOLII STEPANOV/AFP via Getty Images)

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં બુધવારે વધુ એક ભારતીય નાગરિકનું મોત થયું હતું. ભારતના નાગરિકને નોકરીના બહાને રશિયાની આર્મીમાં સામેલ કરાયો હોવાનું માનવામાં આવે છે. બુધવારે એક્સ પરની એક પોસ્ટમાં, મોસ્કો ખાતેના ભારતીય દૂતાવાસે હૈદરાબાદના મોહમ્મદ અસફાનના મૃત્યુની પુષ્ટિ કરી હતી, પરંતુ મોતનું કારણ જણાવ્યું ન હતું. તે રશિયામાં શું કરી રહ્યો હતો તેનો પણ દૂતાવાસે કોઇ ઉલ્લેખ કર્યો નથી.

એમ્બેસીએ પોસ્ટમાં જણાવ્યું હતું કે “અમને ભારતીય નાગરિક  મોહમ્મદ અસ્ફાનના દુ:ખદ મૃત્યુ વિશે જાણવા મળ્યું છે. અમે પરિવાર અને રશિયન અધિકારીઓના સંપર્કમાં છીએ. મિશન તેમના પાર્થિવ દેહને ભારત મોકલવાના પ્રયાસો કરશે.”

અફસાનના પરિવારે જણાવ્યું હતું કે તેમને AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી દ્વારા તેમના મૃત્યુની જાણ કરવામાં આવી હતી. લગભગ બે ડઝન ભારતીયોને  ઉચ્ચ પગારવાળી નોકરીઓ આપવાના બહાને રશિયા લઈ જવામાં આવ્યા હતાં હતા અને તેમાં અફસાનનો સમાવેશ થતો હતો.

ઓવૈસીએ ગયા મહિને આ મુદ્દા ઉઠાવ્યો હતો.  21 ફેબ્રુઆરીના રોજ AIMIM નેતાએ કહ્યું હતું કે તેમણે વિદેશ પ્રધાન એસ જયશંકરને પત્ર લખીને જાણ કરી હતી કે  તેલંગાણા, ગુજરાત, કર્ણાટક, જમ્મુ અને કાશ્મીર અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોના લોકો છેતરપિંડી કરીને રશિયા લઈ જવામાં આવ્યા હતા અને તેમના પર યુદ્ધમાં ભાગ લેવા દબાણ કરવામાં આવ્યું હતું.

29 ફેબ્રુઆરીએ વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે રશિયામાં ફસાયેલા ઓછામાં ઓછા 20 ભારતીયોએ ભારતીય અધિકારીઓનો સંપર્ક કર્યો હતો અને સરકાર તેમને પરત લાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે. અગાઉના સુરતના એક યુવાનનું પણ યુક્રેન વોર ઝોનમાં મોત થયું હતું.

 

LEAVE A REPLY

20 − 2 =