Government of India launched cheap diabetes medicine, Sitagliptin
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

નેશનલ મેડિકલ કમિશન (NMC)ના નવા નિયમો અનુસાર MBBSનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ કોર્સમાં પ્રવેશની તારીખથી નવ વર્ષમાં કોર્સ પૂરો કરવાનો રહેશે. વિદ્યાર્થીઓને  પહેલું વર્ષ પાસ કરવા માટે માત્ર ચાર તક મળશે. હવેથી તમામ મેડિકલ ઇન્સ્ટિટ્યુટ્સમાં સ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા NEET-UG મેરિટ લિસ્ટના આધારે કોમન કાઉન્સેલિંગ રહેશે.

NMCના ૨૦૨૩ માટેના નિયમો (GMER-23)માં જણાવ્યા અનુસાર એમબીબીએસના પ્રથમ વર્ષમાં વિદ્યાર્થીને કોઇ પણ સ્થિતિમાં ચારથી વધુ તક આપવામાં નહીં આવે. ઉપરાંત, પ્રવેશની તારીખથી નવ વર્ષ પછી કોઇ પણ વિદ્યાર્થી અંડરગ્રેજ્યુએટ મેડિકલ કોર્સ ચાલુ રાખી નહીં શકે. NMCએ બીજી જૂને નવા નિયમો માટે નોટિફિકેશન જારી કર્યું હતું. ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન પ્રોગ્રામમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી ‘કમ્પલસરી રોટેટિંગ મેડિકલ ઇન્ટર્નશિપ રેગ્યુલેશન્સ, ૨૦૨૧’ અનુસાર મેડિકલ ઇન્ટર્નશિપ પૂરી નહીં કરે ત્યાં સુધી તેનું ગ્રેજ્યુએશન પૂરું થયેલું ગણાશે નહીં.

અંડર ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન બોર્ડ (યુજીએમઇબી) કોમન કાઉન્સેલિંગના આયોજન માટે માર્ગરેખા પ્રકાશિત કરશે. સંબંધિત ઓથોરિટી આ માર્ગરેખાના આધારે કલમ ૧૭ હેઠળ કાઉન્સેલિંગ હાથ ધરશે. સરકાર કાઉન્સેલિંગ માટે ઓથોરિટીની નિમણૂક કરશે. તે એજન્સીને નોટિફાય કરવાનો તેમજ તમામ અંડરગ્રેજ્યુએટ બેઠકો માટે પદ્ધતિ નક્કી કરવાનો નિર્ણય લેશે. મેડિકલ ઇન્સ્ટિટ્યુટ નવા નિયમોથી વિરુદ્ધ ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન (જીએમઇ)માં કોઇ પણ  વિદ્યાર્થીને પ્રવેશ આપી શકશે નહીં.

LEAVE A REPLY

7 + 11 =