ગ્રેટર માન્ચેસ્ટરના મેયર તરીકે એન્ડી બર્નહામને વડા પ્રધાન કેર સ્ટાર્મરે ગોર્ટન અને ડેન્ટનની પાર્લામેન્ટની પેટાચૂંટણીમાં લેબરના ઉમેદવાર બનતા રોક્યા બાદ પાર્ટી નેતૃત્વ પર લેબર બળવાખોરોએ “ટાંકા” લગાવવાનો આરોપ લગાવી વિરોધ દર્શાવ્યો છે. જો કે કેર સ્ટાર્મરે ગ્રેટર માન્ચેસ્ટરના મેયર તરીકે એન્ડી બર્નહામના “મહાન કાર્ય”ની પ્રશંસા કરી છે. પાર્ટીની રાષ્ટ્રીય કારોબારી સમિતિએ તેમની અરજી વિરુદ્ધ 8-1 મત આપ્યા બાદ બર્નહામને ગોર્ટન અને ડેન્ટન પેટાચૂંટણીમાં લેબરના ઉમેદવાર બનતા અટકાવવામાં આવ્યા હતા.
સ્ટાર્મરે કહ્યું હતું કે બર્નહામને ચૂંટણી લડવાની મંજૂરી આપવાથી વેલ્સ, સ્કોટલેન્ડ અને ઇંગ્લેન્ડમાં મે મહિનામાં થનારી મુખ્ય ચૂંટણીઓમાંથી લેબરના સંસાધનો ફંટાઇ ગયા હોત. અને ઉમેર્યું હતું કે પાર્ટીના નિયમો બિનજરૂરી પેટાચૂંટણીઓને નિરુત્સાહિત કરે છે. આ નિર્ણયથી લેબર સાંસદો તરફથી પ્રતિક્રિયા આવી છે, જેમણે પક્ષમાં જૂથવાદને નુકસાન પહોંચાડવાની ચેતવણી આપી હતી.
બર્નહામે NECના નિર્ણય બાબતે નિરાશા વ્યક્ત કરી કહ્યું હતું કે તેઓ તેમની મેયરની ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમણે પાર્ટી કેવી રીતે ચલાવવામાં આવી રહી છે તેની ટીકા પણ કરી હતી.













