(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

બોલીવૂડમાં મજબૂત સ્થાન ધરાવતા અનિલ કપૂર હવે મલયાલમ હિટ ફિલ્મની હિન્દી રીમેકમાં જોવા મળશે. નિર્માતા વિકી રાજાનીએ આ ફિલ્મના હિન્દી રાઇટસ ખરીદ્યા છે. અત્યારે આ ફિલ્મની સ્ટોરી પર કામ ચાલી રહ્યું છે. આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંતમા શરૂ થાય તેવી સંભાવના છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, આ ફિલ્મ એક વૃદ્ધ વ્યક્તિ અને રોબોટના સંબંધો પર આધારિત છે. આ વૃદ્ધ પુરુષનો પુત્ર પિતાની સંભાળ રાખવા માટે એક રોબોટને ઘરે લાવે છે અને પછી બન્ને વચ્ચેના સંબંધો રસપ્રદ રીતે આગળ વધે છે જેને આ ફિલ્મમાં દર્શાવામાં આવશે. મહત્ત્વની વાત છે કે, આ મલયાલમ ફિલ્મની તમિલમાં રીમેક બની ચુકી છે અને તેલુગુની તૈયારી ચાલી રહી છે. હવે હિન્દી માટે પણ હક્ક ખરીદી લીધા હોવાથી તેનું શૂટિંગ ઝડપથી શરૂ થશે.