Radical cleric Anjem Choudary (Photo by DANIEL LEAL-OLIVAS/AFP via Getty Images)

બ્રિટન અને પાકિસ્તાનની બેવડી રાષ્ટ્રીયતા ધરાવતા કટ્ટરપંથી ઇસ્લામિક ઉપદેશક અંજેમ ચૌધરી પર આગામી મે 2024માં આતંકવાદ સંબંધિત ત્રણ ગુનાઓ માટે કેસ ચલાવવામાં આવશે.

56 વર્ષીય અંજેમ ચૌધરીની મેટ્રોપોલિટન પોલીસ દ્વારા ગયા મહિને ઇસ્ટ લંડનમાં તેના ઘરેથી ધરપકડ કરાઇ હતી. તેના પર પ્રતિબંધિત સંગઠનની સભ્યતા, પ્રતિબંધિત સંગઠનને સમર્થન આપવા માટે સભાઓને સંબોધિત કરવા અને આતંકવાદી સંગઠનને વિવિધ કલમો હેઠળ નિર્દેશિત કરવાનો આરોપ મૂકાયો હતો. તે શુક્રવારે લંડનની ઓલ્ડ બેઈલી કોર્ટમાં વીડિયોલિંક મારફત હાજર થયો હતો અને કામચલાઉ ટ્રાયલની તારીખ 20 મે નક્કી કરવામાં આવી હતી. 5 જાન્યુઆરી, 2024ના રોજ કિંગ્સ્ટન ક્રાઉન કોર્ટ સમક્ષ હાજર થવા માટે બંને જણને કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.

સોમવાર, 17 જુલાઈના રોજ 28 વર્ષીય કેનેડિયન નાગરિક હુસેનની હિથ્રો એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. આ આરોપો પ્રતિબંધિત સંગઠન અલ મુહાજીરોન સાથે સંબંધિત છે. જેને ઇસ્લામિક થિંકર્સ સોસાયટી તરીકે પણ ઓળખવામાં આવે છે. યુકેમાં જન્મેલા ચૌધરીને 2018 માં લંડનની ઉચ્ચ-સુરક્ષાવાળી બેલમાર્શ જેલમાંથી મુક્ત કરાયો હતો. તેને સપ્ટેમ્બર 2016 માં લંડનની ઓલ્ડ બેઇલી કોર્ટે કટ્ટરપંથી ઉપદેશ આપવા અને મુસ્લિમોને આતંકવાદી જૂથ ISIS ને સમર્થન આપવા માટે આહવાન કરવા બદલ દોષી ઠેરવ્યો હતો.

LEAVE A REPLY

three × four =