વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવાર (12 એપ્રિલ)એ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના અડાલજમાં શ્રી અન્નપૂર્ણાધામ ટ્રસ્ટના કુમાર છાત્રાલય અને શિક્ષણ સંકુલનું લોકાર્પણ કર્યું હતું. (ANI Photo/PIB)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવાર (12 એપ્રિલ)એ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના અડાલજમાં શ્રી અન્નપૂર્ણાધામ ટ્રસ્ટના કુમાર છાત્રાલય અને શિક્ષણ સંકુલનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે વડાપ્રધાને જન સહાયક ટ્રસ્ટના હિરામણી આરોગ્યધામનું ભૂમિપૂજન કર્યું હતું. ટ્રસ્ટની આ છાત્રાલય અને શિક્ષણ સંકુલમાં 600 વિદ્યાર્થીઓ માટે રહેવા અને ભોજન વગેરે માટે 150 રૂમ છે.

આ પ્રસંગે પાટીદાર સમાજની પ્રશંસા કરતાં મોદીએ જણાવ્યું હતું કે પાટીદાર સમાજ જરૂરિયાતમંદ લોકોને મદદ કરવામાં હંમેશા મોખરે રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે તેમની સરકાર તાજેતરમાં માતા અન્નપૂર્ણાની મૂર્તિ કેનેડામાંથી પરત લાવી હતી અને મૂર્તિનું કાશીના મંદિરમાં પુનઃસ્થાપન કરાવ્યું હતું. આ પ્રસંગે મોદીએ ગુજરાતના મુખ્યમુખ્યપ્રધાાન પટેલની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે કોરોના વેક્સિનેશનના મોરચે ઘણી જ સારી કામગીરી કરે છે. ઘણા બિઝનેસમેન અને પાટીદાર સમાજના સભ્યો વારંવાર વિદેશ જાય છે. આ દેશોના સત્તાવાળા પ્રિકોશન ડોઝ (બૂસ્ટર ડોઝ) લીધો છે કે નહીં, તેની પૂછપરછ કરે છે. હવે અમે કોરોનાનો પ્રિકોશન ડોઝ આપવાની પણ શરૂઆત કરી છે. લોકો હવે સરળતાથી વિદેશ જઈ શકશે.