પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ચિંતા ઊભી થાય તેવી ઘટનાઓ વધી રહી છે.  ઇન્ડિયાનામાં પરડ્યુ યુનિવર્સિટીમાં એક ભારતીય ડોક્ટરલ ઉમેદવાર મૃત હાલતમાં મળી આવ્યો હતો, જ્યારે અન્ય એક ભારતીય આઇટી વિદ્યાર્થી પર શિકાગોમાં તેના ઘરની નજીક નિર્દયતાથી હુમલો કરાયો હતો.

2004માં અત્યાર સુધી આ છઠ્ઠા ભારતીય વિદ્યાર્થીનું મોત છે. યુનિવર્સિટીની સ્વતંત્ર ન્યૂઝ એજન્સી ધ પરડ્યુ એક્સપોનન્ટના જણાવ્યા અનુસાર મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડોક્ટરલનો અભ્યાસ કરતા 23 વર્ષના સમીર કામથનો સોમવારે વોરેન કાઉન્ટીમાં મૃતદેહ મળી આવ્યો હતો. કામથનો મૃતદેહ ક્રોઝ ગ્રોવ ખાતે પ્રકૃતિ સંરક્ષણમાં મળી આવ્યો હતો.

અન્ય એક ઘટનામાં ભારતીય IT વિદ્યાર્થી સૈયદ મઝહિર અલીનો રવિવારે, 4 ફેબ્રુઆરીએ  શિકાગોમાં તેના ઘરની નજીક અજાણ્યા માણસોએ પીછો કર્યો હતો અને નિર્દયતાથી હુમલો કર્યો હતો. આ ઘટનાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા વીડિયો મુજબ અલીનું નાક અને ચહેરો લોહીલુહાણ થયો હતો અને તેના કપડા પર લોહીના ડાઘા પડ્યા હતાં.

લગભગ છ મહિના પહેલા હૈદરાબાદથી યુ.એસ. ગયેલા અલીએ જણાવ્યું હતું કે હુમલાખોરોમાંથી એકે તેના પર બંદૂક તાકી હતી. વીડિયો સર્વેલન્સ બતાવે છે કે અલી રાત્રે તેના હાથમાં એક પેકેટ લઈને તેના ઘરે જતો હતો ત્યારે ત્રણ શખ્સોએ તેનો પીછો કર્યો હતો. તેના આંખમાં મુક્કા માર્યા હતા તથા ચહેરા, પાંસળી અને પીઠ પર માર માર્યો હતો.અલી ઇન્ડિયાના વેસ્લીયન યુનિવર્સિટીમાંથી ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં માસ્ટર્સ કરી રહ્યો છે.

શિકાગોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે X પર જણાવ્યું હતું કે કોન્સ્યુલેટ સૈયદ મઝાહિર અલી અને ભારતમાં  તેમની પત્ની સૈયદા રૂકિયા ફાતિમા રઝવીના સંપર્કમાં છે અને તમામ શક્ય સહાયતાની ખાતરી આપી છે.

ગયા અઠવાડિયે ઓહાયો સ્ટેટની લિન્ડનર સ્કૂલ ઑફ બિઝનેસનો વિદ્યાર્થી 19 વર્ષીય શ્રેયસ રેડ્ડી બેનિગર મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ પછી 28 જાન્યુઆરીએ ગુમ થયેલા નીલ આચાર્ય નામના વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો હતો. અગાઉ 16 જાન્યુઆરીએ 25 વર્ષીય ભારતીય વિદ્યાર્થી વિવેક સૈનીની જ્યોર્જિયા રાજ્યના લિથોનિયા શહેરમાં એક બેઘર ડ્રગ વ્યસની હથોડાના ઘા મારીને હત્યા કરી હતી.

 

LEAVE A REPLY

four × two =