એક ટેક્સી ડ્રાઇવરે સોમવારે પોલીસને બે શંકાસ્પદ મુસાફરોની પોલીસને જાણ કરતાં બિલિયોનેર મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત એન્ટિલિયા નિવાસસ્થાનની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો હતો. . (ANI Photo)

એક ટેક્સી ડ્રાઇવરે સોમવારે પોલીસને બે શંકાસ્પદ મુસાફરોની પોલીસને જાણ કરતાં બિલિયોનેર મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત એન્ટિલિયા નિવાસસ્થાનની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો હતો. પોલીસને કોલ કરીને એક ટેક્સી ડ્રાઈવરે જણાવ્યું કે, બે લોકો એન્ટિલિયા વિશે પૂછપરછ કરી રહ્યા હતા. આ પૂછપરછને મુકેશ અંબાણીના ઘરને ખતરાની નજરથી જોવા આવી હતી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી.

મુંબઈ પોલીસે માહિતી આપતા જણાવ્યું કે, પોલીસ કંટ્રોલને એક ટેક્સી ડ્રાઈવરે કોલ કર્યો હતો. તેણે જણાવ્યું બે શંકમંદ લોકો એન્ટિલિયાનું લોકેશન પૂછી રહ્યા હતા. આ બંનેના હાથમાં એક બેગ પણ હતી. કોઈ ગંભીર ખતરાની આશંકાને જોતા ટેક્સી ડ્રાઈવરે તરત જ પોલીસને જાણકારી આપી હતી. પોલીસને આ સૂચના મળ્યા પછી એન્ટિલિયા બહાર સુરક્ષામાં વધારો કરી દીધો હતો. આ સિવાય સમગ્ર વિસ્તારમાં તપાસ પણ કરવામાં આવી રહી છે. નિવાસસ્થાનની નજીકના વિસ્તારમાં નાકાબંધી કરીને તમામ શંકમંદ લોકોની તપાસ કરવામાં આવી હતી.

પોલીસે ટેક્સી ડ્રાઈવરનું નિવેદન રેકોર્ડ કર્યું હતું. આ પહેલાં મુકેશ અંબાણીના ઘરની બહાર ફેબ્રુઆરીમાં વિસ્ફોટકથી ભરેલી એક એસયુવી જપ્ત કરી હતી. એસયૂવીમાં 20 જિલેટિનની સ્ટીક અને એક પત્ર પણ મળ્યો હતો. પત્રમાં મુકેશ અંબાણી અને તેની પત્ની નીતા અંબાણીને ધમકી આપવામાં આવી હતી.