DRDOએ અહેમદનગરમાં કેકે રેન્જમાંથી એમબીટી અર્જુનમાંથી લેઝર ગાઇડેડ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. (PTI Photo)

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)એ બુધવારે લેસર ગાઈડેડ એન્ટી ટેન્ક મિસાઈલનુ સફળ પરિક્ષણ કર્યું હતું. મહારાષ્ટ્રના અહેમદનગર ખાતે આવેલી કે કે રેન્જમાંથી ભારતીય સેનામાં વપરાતી અર્જુન ટેન્ક પરથી આ ગાઈડેડ મિસાઈલ લોન્ચ કરવામાં આવ્યું હતું. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ સફળતા માટે ડીઆરડીઓને અભિનંદન આપ્યા છે.

ડીઆરડીઓના જણાવ્યા અનુસાર આ મિસાઈલ ત્રણ કિલોમીટરના અંતર સુધી ટાર્ગેટને નિશાન બનાવી શકે છે. તેનો એક કરતા વધારે લોન્ચ પ્લેટફોર્મ પરથી ઉપયોગમાં લઈ શકાય છે. હાલમાં તેનો ઉપયોગ ટેન્ક પરથી કરવા માટેની કામગીરી ચાલે છે. આ પ્રકારની ટેકનોલોજીથી દેશની આયાત પરની નિર્ભરતા ઓછી થશે.