ભારતીય મૂળના પ્રોફેસર અનુષા શાહ યુકેની ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયર્સ (ICE)ના પ્રમુખ પદે ચૂંટાઇ આવ્યાં છે અને આ સાથે તેઓ આ સંસ્થાના 205 વર્ષના ઇતિહાસમાં પ્રમુખ તરીકે ચૂંટાયેલા પ્રથમ ભારતીય બન્યા છે. ICE બ્રિટનનું સિવિલ એન્જિનિયરોનું સ્વતંત્ર પ્રોફેશનલ એસોસિયેશન અને ચેરિટેબલ સંસ્થા છે.

સંસ્થાના 159મા પ્રમુખ તરીકે અનુષા શાહે મંગળવારે સાંજે ICEના લંડન હેડક્વાર્ટરમાં નેચર-પોઝિટિવ સિવિલ એન્જિનિયરિંગની થીમ પર પ્રેસિડન્ટ તરીકે ભાષણ આપીને તેમની નવી ભૂમિકાનો હવાલો સંભાળ્યો હતાં. અનુષા શાહ વોટર એન્ડ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગમાં સ્પેશ્યલાઇઝેશન ધરાવે છે. તેઓ બ્રિટન અને આંતરાષ્ટ્રીય સ્તરે ડિઝાઇનિંગ, મેનેજમેન્ટ તથા પ્રોજેક્ટ્સ અને પ્રોગ્રામમાં આશરે 22 વર્ષનો અનુભવ ધરાવે છે. અનુષા શાહ કાશ્મીરમાં ઉછર્યા હતાં. તેમને 1999માં પ્રતિષ્ઠિત કોમનવેલ્થ સ્કોરલશીપ મળી હતી અને યુનિવર્સિટી ઓફ સરેમાં વોટર એન્ડ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગમાં એમએસસી કરવા યુકે ગયા હતાં.

અનુષા શાહે તેમના ભાષણમાં જણાવ્યું હતું કે આપણે અમે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કુદરત વચ્ચેના આંતરસંબંધને સમજવામાં નિષ્ફળ ગયા છીએ. આપણે વૈશ્વિક સ્તરે પ્રકૃતિ આધારિત અને ગ્રીન સોલ્યુશન્સનો અમલ કરી રહ્યા છીએ, પરંતુ કે હજુ સુધી એક ધોરણ નથી.

પ્રોફેસર શાહના જણાવ્યા અનુસાર સમગ્ર વિશ્વમાં જૈવવિવિધતાના 30 ટકા નુકસાન માટે બાંધકામ જવાબદાર છે, પરંતુ પ્રકૃતિ અને લોકો-સકારાત્મક અભિગમ અપનાવવાથી એન્જીનીયરોને પર્યાવરણીય ઘટાડાને ઉલટાવી શકશે.

LEAVE A REPLY

fourteen − 10 =