Smartphone manufacturers in India will have to comply with the new rules

એપલ ભારતમાં તેની હાજરીમાં વધારો કરવા નોંધપાત્ર રોકાણ કરી રહી છે તથા તેના વર્કફોર્સ, એપ્સ અને સપ્લાયર્સ પાર્ટનર્સ મારફત દેશમાં આશરે એક મિલિયન જોબ્સને સપોર્ટ કરે છે, એમ કંપનીના ભારત ખાતેના વાઇસ પ્રેસિડન્ટ (પ્રોડક્ટ્સ ઓપરેશન્સ) પ્રિયા બાલાસુબ્રમણ્યમે ગુરુવારે જણાવ્યું હતું.

બેંગલુરુ ટેક સમીટ 2021માં તેમણે જણાવ્યું હતું કે એપલ આશરે બે દાયકાથી ભારતમાં બિઝનેસ કરે છે અને 2017માં બેંગલુરુ ખાતેની ફેસિલિટીમાં આઇફોનનું ઉત્પાદન ચાલુ કર્યું છે. અમે બેંગલુરુ અને ચેન્નાઇમાં અમારી ફેસિલિટીમાં વિસ્તરણ કર્યું છે. ઘરેલુ અને નિકાસ માર્કેટ માટે આઇફોનના કેટલાંક મોડલનું ઉત્પાદન કરીએ છીએ. અમારી સપ્લાય ચેઇન સાથે અમે વિસ્તરણ કરવા નોંધપાત્ર રોકાણ કરી રહ્યાં છીએ. ભારતમાં આઇફોન-11, આઇફોન એસઇ અને આઇફોન 12 જેવા મોડલનું એસેમ્બલિંગ થાય છે. તેમણે જણાવ્યું હતું કે ગયા વર્ષે કંપનીએ એપલ ઓનલાઇન સ્ટોર ચાલુ કર્યો હતો, જે પ્રથમ વખત ભારતભરના ગ્રાહકોને એપલની સંપૂર્ણ પ્રોડક્ટ્સ અને સર્વિસિસ સુધી રીતે પૂરી પાડે છે. કુપરટિનોમાં હેડક્વાર્ટર ધરાવતી કંપની તેના રિટેલ સ્ટોર્સની સંખ્યામાં વધારો કરશે.