New Zealand Prime Minister Jacinda Ardern announces resignation
(Photo by Hagen Hopkins/Getty Images)

ઓમિક્રોન વેરિયન્ટના કેસોમાં વધારાને પગલે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા આર્ડર્ને પોતાના લગ્ન રદ કરી દીધા છે. આર્ડર્ને રવિવારે દેશમાં ઓમિક્રોન લહેરને જોતાં નવા પ્રતિબંધો લાગૂ કરવાની જાહેરાત કરી હતી.

તેમણે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જાહેરાત કરતાં જણાવ્યું કે મારા લગ્ન હાલ પૂરતા સ્થગિત કરવામાં આવ્યા છે. તેમણે ઓમિક્રોન લહેરને જોતાં દેશમાં કોરોના પ્રતિબંધોનું કડક પાલન કરવા પર ભાર આપ્યો હતો.

આર્ડર્ને કહ્યું કે મહામારીને લીધે આ પ્રકારનો અનુભવ કરનારા દેશવાસીઓમાં હું પણ સામેલ થઇ ગઇ છું. આવી પરિસ્થિતિમાં ફસાઇ જનારા કોઇપણ વ્યક્તિ માટે દુઃખદ છે. ન્યૂઝીલેન્ડના એક પરિવારમાં ઓમિક્રોનના એકસાથે નવ કેસ સામે આવ્યા છે, જેઓ એક લગ્ન પ્રસંગમાં સામેલ થયા હતા. પરિવારે જે વિમાનમાં સફર કર્યો એનો સ્ટાફ પર સંક્રમિત થયો, હવે દેશમાં રવિવાર મધ્યરાત્રિથી કડક પ્રતિબંધો લાગૂ કરવા માટે સરકાર મજબૂર બની છે.
લગ્ન રદ કરવાના નિર્ણયને લઇને એમની લાગણી વિશે પત્રકારે સવાલ કર્યો ત્યારે તેમનું કહેવુ હતું કે, જીવન એવું છે. આર્ડર્ને કહ્યું કે, હું અલગ નથી. હું એ કહેવાનો જુસ્સો રાખુ છું. ન્યૂઝીલેન્ડમાં હજારો અન્ય લોકો મહામારીના ગંભીર પરિણામ ભોગવી ચૂક્યા છે. એમાં પણ નજીકના વ્યક્તિ જ્યારે મહામારીનો શિકાર બને ત્યારે સ્થિતિ અસહ્ય બની જાય છે.